જામનગર શહેરના ગાંધીનગર રેલવે સ્ટેશન પાસે આવેલી રેલવેની જમીનમાં વર્ષોથી ગેરકાયદેસર દબાણ કરી કબ્જો જમાવેલ માજોઠીનગર વિસ્તારના દબાણકારોને જમીન ખાલી કરવાનો અદાલતે આદેશ આપ્યો છે. વર્ષ 2008 માં રેલવે દ્વારા આ જમીન ખાલી કરવા નોટિસ ફટકારવામાં આવી હતી.
જામનગરમાં ગાંધીનગર રેલવે સ્ટેશન એરીયામાં માજોઠીનગર તરીકે ઓળખાતી જગ્યામાં 35 થી 40 પરિવારોએ કાચા તથા પાકા મકાનો બાંધી છેલ્લાં 50 વર્ષથી વેસ્ટર્ન રેલવેની જગ્યા પર ગેરકાયદેસર રીતે કબ્જો કરી રહેણાંક મકાનો બનાવી પાણીની લાઈનો લઇ ઇલેકટ્રીક કનકેશન લઇ માલિકની જેમ વસવાટ કરતા હોય, જે વાદગ્રસ્ત જગ્યા ખરી અને કાયદેસર રીતે વેસ્ટર્ન રેલવેની માલિકીની હોય, જે જગ્યા ખાલી કરવા વેસ્ટર્ન રેલવે દ્વારા તમામ આસામીઓને નોટિસ પાઠવી હતી. તથા તા.31/05/2008 ના રોજ વેસ્ટર્ન રેલવેના એસ્ટે્રટ ઓફિસર તથા સિનીયર ડીવીઝનલ એન્જીનિયરીંગ દ્વારા પબ્લિક પ્રીમાઈસીસ ઈરરીકશન એકટ 1971 હેઠળ કાર્યવાહી કરી તમામ રહેવાસીઓને વેસ્ટર્ન રેલેવેને તેનો ખાલી અને બજનશ કબ્જો પરત સોંપવા હુકમ કરેલ હોય જે હુકમ સામે તમામ રહેવાસીઓએ જામનગરના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સમક્ષ, વેસ્ટર્ન રેલવેના એસ્ટે્રટ ઓફિસર, અને સબ ડીવીઝનલ એન્જીનિયર એ કરેલ તા.31/05/2008 ના રોજ હુકમ ગેરકાયદેસર, ગેરબંધારણીય હોય, જે હુકમ રદ્દ બાતલ ઠરાવવા મતલબની અપીલ માજોઠીનગરના તમામ રહેવાસીઓ દ્વારા કરવામાં આવી હતી.
જે અપીલ ડીસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા અદાલતે રિસ્પોન્ડન્ટ એટલે કે વેસ્ટર્ન રેલવેના વકીલ નીતલ એમ. ધ્રુવની દલીલો તથા અલગ અલગ હાઈકોર્ટના ચૂકાદાઓ તથા રજૂઆતો ધ્યાને લઇ અપીલ ડીસમીસ (નામંજૂર) કરેલ હોય તથા એસ્ટે્રટ ઓફિસર અને સિનિયર ડીવીઝનલ એન્જીનિયરીંગ દ્વારા કરેલ હુકમ યથાવત રાખવામાં આવ્યો છે.
વેસ્ટર્ન રેલવે તરફે સીનીયર ધારાશાસ્ત્રી નીતલ એમ. ધ્રુવ, ડેનિશા એન. ધ્રુવ, પુજા એમ. ધ્રુવ, આશિષ પી. ફટાણીયા, ધ્વનિશ એમ. જોશી, અલ્ફાઝ એ.મુન્દ્રા (એડવોકેટ), અશ્વિન એ. સોનગરા રોકાયેલ હતાં.