Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં રહેણાંક મકાનવાળી સંયુક્ત મિલકત કુટુંબની હોવાનો દાવો રદ્ કરતી અદાલત

જામનગરમાં રહેણાંક મકાનવાળી સંયુક્ત મિલકત કુટુંબની હોવાનો દાવો રદ્ કરતી અદાલત

- Advertisement -

જામનગરના દિગ્વિજ્ય પ્લોટ શેરી નં. 32માં આવેલ રહેણાંકના મકાન અંગે સ્વ. સિદીભાઇ કારાભાઇ પરમારના વારસ ચંદુભાઇ સીદીભાઇ પરમાર દ્વરારા મજકુર મિલકત વડીલોપાર્જીત-સંયુક્ત કુટુંબની હોવાના કથનો સાથે દાવાવાળી મિલકતમાં પોતાનો ભાગ હોય તેમજ સ્વ. સીદીભાઇ કારાભાઇ પરમારે મજકુર મિલકતની કોઇ વ્યવસ્થા કરેલ ન હોય તેવું ઠરાવવા તથા મિલકતમાં પોતાનો આઠમો ભાગ થતો હોય તે હિસ્સો જુદા કરવા તેમજ મિલકતની કોઇપણ પ્રકારની તબદીલી દાવા દરમિયાન થાય નહીં તેવો દાવો પોતાના જ ભાઇ-બહેનો વિરુધ્ધ કર્યો હતો. જે દાવો જામનગરની અદાલતે રદ્ ઠરાવ્યો છે.

- Advertisement -

દાવો લાવનાર વાદીને દાવો લાવવા જ કોઇ કારણ નહોતું, દાવો લિમિટેશન એકટના આર્ટિકલ-59 મુજબ સમય મર્યાદામાં લાવવામાં આવ્યો નથી, દાવામાં સીટી સરવે કચેરી વિરુધ્ધ આક્ષેપ કરાયેલ છે પરંતુ અસરકર્તા પક્ષકાર તરીકે તેઓને જોડવામાં આવેલ નથી. આવી અનેક મહત્વની કાનૂની તકરારો દાવાના પ્રતિવાદીઓ સુખલાલ સીદીભાઇ પરમાર, સુરેન્દ્ર સુખલાલ પરમાર, હરસુખભાઇ સુખલાલ પરમાર તથા ક્રિષ્નાબેન સુખલાલ પરમાર તરફે નગરના જાણીતા એડવોકેટ મહેશ એ. તખ્તાણી ઉપસ્થિત રહ્યાં હતાં.

અદાલતે પોતાના ચુકાદામાં એ પણ નોંધ્યું છે કે, વાદીએ પોતાના ભાઇ બાબુલાલ સીદીભાઇ પરમારના કહેવાથી દાવો અદાલતમાં લાવેલ છે. સમગ્ર વિગતે વાદીનો દાવો, પ્રતિવાદી પક્ષના વકીલ દ્વારા ઉપસ્થિત કરાયેલ હકીકતલક્ષી અને કાનૂની મુદ્ાઓને ધ્યાને લઇ દાવાવાળી મિલકત સંયુક્ત કુટુંબની મિલકત નથી તેવું અગાઉના કરાયેલ દાવામાં પણ ઠરાવેલ છે. તેવી નોંધ પોતાના ચુકાદામાં લઇ જુઠ્ઠો દાવો લાવનારા પક્ષકારો સામે લાલબત્તી ધરતો ચુકાદો જાહેર કરતાં અદાલતી પટાંગણમાં પ્રસંશનિય ચુકાદો બની રહ્યો હતો.

- Advertisement -

આ કેસમાં નગરના જાણીતા વકીલ મહેશ એ. તખ્તાણી એન્ડ એસોસિએટ્સ, જીતેશ એમ. મહેતા સાથે ટ્રેઇની નેહાબેન મંગે, શિવાની જોષી, મનિષા માતંગ, મુર્તુઝા મોદી તથા સંજના એમ. તખ્તાણી રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular