જામનગર જીલ્લાના મોટી બાણુગર ગામે વાડીમાં ખેત મજુરી માટે મધ્યપ્રદેશથી આવેલા અને ત્યાં જ રહેતા દંપતી ને વર્ષ 2015ની સાલમાં યુવાનની હત્યાના કેસમાં અદાલતે આજીવન કેદ અને હત્યાના પુરાવાનો નાશ કરવા બદલ સાળાને સાત વર્ષની કેદ ની સજા અદાલતે ફરમાવી છે.
આ અંગેની વિગત મુજબ મૂળ મધ્ય પ્રદેશના વતની અને 2015ની સાલમાં જામનગર તાલુકાના મોટી બાણુંગાર ગામના એક ખેડૂતની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા દેવચંદ ઉર્ફે દેવો દીત્યાભાઈ પરમાર તથા તેની પત્ની મોટલીબેન ઉર્ફે કારી બેન તેમજ તેનો સાળો અરસિંગ ઉર્ફે અનિલ રામભાઈ પસાયા કે જે ત્રણેયએ મળીને ગત 30 જૂન 2015 ના દિવસે દેવચંદ ના જ કુટુંબી ભાઈ કાજુભાઈ રામસિંગ પરમારની હત્યા નિપજાવી હતી. જે પ્રકરણમાં પોલીસે ત્રણેય આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી, અને જેલ હવાલે કર્યા હતા.
જેમાં ચાર્જશીટ થઈ ગયા પછી આ કેસ જામનગરની અદાલતમાં ચાલવા પર આવતાં સરકાર પક્ષે રોકાયેલા એ.પી.પી. એસ. આર. દેવાણીની દલીલોને ધ્યાનમાં લઈને આરોપી દેવચંદ ઉર્ફે દેવો અને તેની પત્ની મોટલીઉર્ફે કારી બેનને આજીવન કેદની સજા ફટકારી છે, અને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકાર્યો છે. ઉપરાંત તેના સાળા અરસિંગ ઉર્ફે અનિલને પુરાવાનો નાશ કરવામાં તક્સીરવાન ઠરાવી સાત વર્ષની કેદ અને રૂપિયા પાંચ હજારના દંડની સજા ફટકારી છે.