જામનગરના બેડી વિસ્તારમાં રસ્તા વચ્ચે રહેલી રીક્ષા ખસેડવાની બાબતનો ખાર રાખી ચાર શખ્સોએ ડ્રાઈવિંગ કરતા યુવાન અને તેની પત્ની સહિતના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના જોડિયાભુંગા વિસ્તારમાં રહેતાં અને ડ્રાઈવિંગ કરતા હારૂન અલીભાઈ જામ યુવાનના ઘરના દરવાજા પાસે રિક્ષા વચ્ચોવચ્ચ રાખી હતી. તે રીક્ષા ખસેડાવતા તેનો ખાર રાખી ડાડો અયુબ ભગાડ નો જમાઈ, અયુબ હાજી ભગાડ, હાસમ હાજી ભગાડ અને આદમ હાજી ભગાડ નામના ચાર શખ્સોએ એકસંપ કરી હારુન ઉપર લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો તેમજ તેની પત્નીને મુંઢ માર મારી ઈજા પહોંચાડી હતી. તથા વચ્ચે છોડાવવા પડેલી યુવાનની બહેનને લાકડાના ધોકા વડે માર મારી ઈજા પહોંચાડી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના બનાવમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે હેકો એસ.કે. જાડેજા તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.