Saturday, September 21, 2024
Homeરાજ્યદ્વારકા જિલ્લામાં બોર્ડની પરીક્ષા સંદર્ભે કાઉન્સેલિંગ સેન્ટર શરૂ થશે

દ્વારકા જિલ્લામાં બોર્ડની પરીક્ષા સંદર્ભે કાઉન્સેલિંગ સેન્ટર શરૂ થશે

શિક્ષણ અધિકારી સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાશે

- Advertisement -

ગુજરાતમાં આગામી દિવસોમાં શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 તથા 12ની પરીક્ષાનો પ્રારંભ થનાર છે. આના અનુસંધાને દ્વારકા જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓ સંદર્ભે જિલ્લાના તમામ ચાર તાલુકાઓમાં વિદ્યાર્થીઓના માર્ગદર્શન તથા પરીક્ષા સંદર્ભે કોઈ પ્રશ્ર્ન હોય તો તેનું નિરાકરણ થાય તે હેતુથી કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરવામાં આવનાર છે. દ્વારકા જિલ્લા શિક્ષણ અધિકારી બી.એચ. વાઢેર દ્વારા આગામી સોમવાર તા. 14મી માર્ચથી 12મી એપ્રિલ સુધી ચારેય તાલુકાઓમાં કરવામાં આવેલા આ કાઉન્સેલિંગ સેન્ટરમાં સવારે 10થી સાંજે 6:30 વાગ્યા સુધી વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. ખંભાળિયામાં શરૂ કરવામાં આવેલા કાઉન્સેલિંગ સેન્ટર માટે વિજય ચેરીટેબલ હાઈસ્કૂલના હિતેન્દ્ર આચાર્ય (મો. 98242 35859), ભાણવડમાં વી.એમ. ઘેલાણી હાઈસ્કૂલના કમલેશ પાથર (મો. 98242 63141), કલ્યાણપુરમાં નંદાણાની જી.એમ.ડી.સી. હાઈસ્કુલના દેવેન્દ્રસિંહ ચુડાસમા (મો. 98792 18588) તથા દ્વારકા તાલુકા માં હિરજીબાપા હાઈ.ના વજશીભાઈ ગોજીયા (મો. 94272 40307)નો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular