સૌરાષ્ટ્રના ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે રોજ એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં કપાસ ભરેલ લોડર મહિલા પર ફરી વળતા તેણીનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું છે. ગોંડલમાં નવા માર્કેટ યાર્ડમાં આવેલ કપાસના મેદાનમાં કમળાબેન જેન્તીભાઈ બાબરીયા (ઉં.વ. 60) નામની મહિલાએ ઘણી બુમો પાડી છતાં પણ ચાલકનું ધ્યાન ન ગયું અને બાદમાં લોડરના આગળના ભાગમાં આવીને કચડાઈ જતા મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળે પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
#gujarat #gondal #CCTV
ગોંડલના નવા માર્કેટ યાર્ડમાં મહિલા પર કપાસનું લોડર ફરી વળતા ઘટના સ્થળે જ મૃત્યુ pic.twitter.com/IpSaAV5LzO— Khabar Gujarat (@khabargujarat) January 3, 2022