રાજકોટમાં ટીઆરપી ગેમઝોન કાંડની ઘટના બાદ પણ ફાયર વિભાગમાં ભ્રષ્ટાચાર ઓછો થવાનું તો દૂર રહ્યું પરંતુ દિવસેને દિવસે વધતો જાય છે. આ કાંડ બાદ નિમાયેલો ચીફ ફાયર ઓફિસર પણ આ કાંડના એક મહિના બાદ લાખોની લાંચ લેતા ઝડપાયો હતો. ત્યારબાદ શુક્રવારે ફાયર એનઓસી કઢાવી આપવા માટે રાજકોટના ડે. ચીફ ફાયર ઓફિસરના વચેટીયાને જામનગર એસીબીની ટીમે રૂા.30,000 ની લાંચ લેતા રંગે હાથ દબોચી લીધો હતો.
રાજકોટમાં ટીઆરપી ગેમઝોન કાંડની ઘટના બાદ રાજકોટ સહિત સમગ્ર દેશમાં અરેરાટી ફેલાઈ ગઇ હતી અને આ ઘટનામાં અનેક લોકોના આગમાં દાઝી જવાથી મોત નિપજ્યા હતાં. આવી મોટી ઘટનાઓ રાજ્યમાં સમયાંતરે બનતી રહે છે. તેમ છતાં સરકાર અને સરકારના અધિકારીઓ ભ્રષ્ટાચાર આચરવામાં કયાંય પાછા પડતા નથી. પ્રજાનું જે થાવું હોય તે થાય. પણ આપણું ઘર ભરો તેવી નીતિ હેઠળ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરે ે. ીઆરપી કાંડની ઘટના બાદ નવા નિમાયેલા ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂ પણ માત્ર એક માસના સમય બાદ લાંચ લેતા ઝડપાયા હતાં. જો કે, આ ઓફિસરમાં શરમ નામની કોઇ ચીજ જ ન હતી. આવડો મોટો કાંડ બની ગયા બાદ પણ ફાયર એનઓસી માટે લાખોની લાંચની માંગણી કરતા તેના પેટનું પાણી પણ હલ્યું ન હતું. આવા ભ્રષ્ટાચારી સામે કડક કાર્યવાહી કરવામાં પણ સરકાર ઉણી ઉતરતી હોય છે. જેના કારણે સરકારી અધિકારીઓને પ્રોત્સાહન મળતું રહે છે અને તેઓ ભ્રષ્ટાચાર આચરવામાં પાછા પડતા નથી.
રાજ્યના ફાયર વિભાગમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચી ગયો છે આમ તો સરકારના દરેક વિભાગમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે પરંતુ ફાયર એનઓસી માટે ફાયર ઓફિસરો લાંચ માગતા ખચકાટ અનુભવતા નથી અને બેશર્મીથી લાંચની માંગણી કરતા રહે છે. રાજકોટ ફાયર વિભાગમાં અનિલ મારૂ લાંચ લેતા ઝડપાયા બાદ લોકોમાં પણ ફાયર ઓફિસરો પ્રત્યે ફિટકાર વરસી રહ્યો છે. ત્યારે રાજકોટના વધુ એક ફાયર ઓફિસરનો વચેટીયાને જામનગર એસીબીની ટીમે લાંચ લેતા રંગે હાથ દબોચી લીધાની ઘટનામાં રાજકોટમાં 2024 પ્રોપર્ટી એકસ્પો માટે ટેમ્પરરી ડોમનું નિર્માણ કરવાનું હોય અને તેના માટે ફાયર એનઓસી મેળવવા માટે રાજકોટ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા આ એનઓસી માટે જાગૃત નાગરિક પાસેથી કૌશિક પીપરોતર નામના સ્પેશિફિક ફાયર પ્રોટેકશન લિમિટેડના સેલ્સ એકઝીકયુટીવ દ્વારા રૂા.30,000 ની લાંચની જાગૃત્ત નાગરિક પાસેથી માંગણી કરવામાં આવી હતી.
જેના આધારે જાગૃત્ત નાગરિકે આ લાંચની માંગણી સંદર્ભે જામનગર એસીબી પીઆઇ આર.એન. વિરાણી તથા સ્ટાફને ફરિયાદ કરી હતી. જેના આધારે રાજકોટ એસીબી મદદિશ િયામક કેે.એચ. ગોહિલના માર્ગદર્શન હેઠળ જામનગર એસીબીની ટીમે શુક્રવારે નાણાંવટી ચોકમાં આવેલા મોમાઇ ચા સેન્ટરે છટકુ ગોઠવ્યું હતું અને જાગૃત્ત નાગરિક પાસેથી ફાયર એનઓસી કઢાવી દેવા માટે રૂા.30000 ની લાંચ લેતા કૌશિક પીપરોતર નામના વ્યકિતને રંગે હાથ ઝડપી લઇ ધરપકડ કરી હતી અને એસીબી દ્વારા આ લાંચની માંગણી કોના માટે કરવામાં આવી હતી ? તે અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.