જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ બેડી મરીન પોલીસ સ્ટેશનના વાર્ષિક ઈન્સપેકશન પો.સ્ટે. વિજીટ દરમિયાન જણાવેલ કે, બેડી મરીન પોલીસ સ્ટેશન કેમ્પસની દિવાલ કે તાર-ફેન્સીંગ ન હોય જેથી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હાના કામે કબ્જે કરેલ મુદ્દામાલ અસુરક્ષિત હોય તેમજ પોલીસ સ્ટેશન કેમ્પસમાં તથા આજુબાજુમાં ખાડાઓ પડેલ હોય જેમાં વરસાદી પાણી તથા અન્ય પાણી ભરેલ રહેતુ હોય જેથી જીવજંતુઓ તથા મચ્છરોનો ઉપદ્રવ રહેતો હોય જે પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્ય માટે હાનીકારક હોય જેથી લોકભાગીદારીથી પોલીસ સ્ટેશનના કેમ્પસમાં તથા આજુબાજુમાં ભરતી ભરી પોલીસ સ્ટેશનને નેટ-તાર ફેન્સીંગ કરવાનું સુચન કર્યું હતું. જે અનુસંધાને બેડી મરીન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પો.સબ ઈન્સ. સી.એમ. કાંટેલીયાએ શ્રીજી શીપીંગ કંપનીના સૌજન્યથી પોલીસ સ્ટેશન કેમ્પસમાં તથા આજુબાજુમાં આવેલ ખાડાઓમાં 850 ડમ્પર માટી-મોરમથી ભરતી ભરી લેવલીંગ કરી પોલીસ સ્ટેશન કેમ્પસમાં ચારેય બાજુ પોલ, નેટ-તાર ફેન્સીંગનું કામ પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ પોલીસ અધધક્ષક પ્રેમસુખ ડેલુના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રીજી શીપીંગ કંપનીના એમ.ડી. જીતુભાઈ લાલ તથા દિપકભાઈ,નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથકના મહેન્દ્રસિંહ બી. સોલંકી, નાયબ પોલીસ અધિક્ષક એસ.સી./એસ.ટી. સેલના જે.એસ.ચાવડા, નાયબ પોલીસ અધિક્ષક જામનગર ગ્રામ્ય ડિવિઝન કૃણાલ દેસાઈ, જામ સીટી બી ડીવીનન પો.સ્ટે.ના પો.ઈન્સ. કે.જે.ભોયે, બેડી મરીન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પો.સબ ઈન્સ. સી. એમ. કાંટેલીયા તથા બેડી મરીન પોલીસ સ્ટાફના એ.એસ.આઈ. ફીરોઝભાઈ દલ, ભરતસિંહ જાડેજા, પો.હેડ કોન્સ. શક્તિસિંહ જાડેજા, બેડી મરીન પોલીસ સ્ટાફ, એસ.આર.ડી. સ્ટાફ દ્વારા બેડી મરીન પો.સ્ટે. ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આમ સુરક્ષા સેતુ સાર્થક કરતું એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું.