Thursday, December 12, 2024
Homeરાજ્યજામનગરકાલાવડ નાકા બહારના જર્જરિત પુલ અંગે લોકમત લેતા કોર્પોરેટરો

કાલાવડ નાકા બહારના જર્જરિત પુલ અંગે લોકમત લેતા કોર્પોરેટરો

જર્જરિત પૂલ અંગેની રજૂઆતો છતાં કોઇ ઉકેલ ન આવતા સહિ ઝુંબેશ હાથ ધરાઇ

- Advertisement -

જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલ જર્જરિત પુલ બનાવવા અંગે વિસ્તારના કોર્પોરેટર દ્વારા લોકમત મેળવવામાં આવ્યાં હતાં. જેને સામાન્ય સભામાં રજૂ કરાશે. તેમજ આ અંગે વહેલીતકે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન તેમજ જનતાને સાથે રાખી રસ્તા રોકો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

- Advertisement -

જામનગર શહેરમાં વોર્ડ નંબર-12 કાલાવડ નાકા બહારનો મુખ્ય બ્રિજ જર્જરિત હાલતમાં છે. પુલની નીચેથી લોખંડના સળિયા નિકળી ગયા છે. તેમજ ફુટપાથમાં પણ હોલ પડી ગયા છે. આ અંગે છેલ્લાં ચાર વર્ષથી લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમજ સામાન્ય સભામાં પણ રજૂઆતો કરાઇ છે. આમ છતાં આ અંગે કોઇ કાર્યવાહી થતી નથી. સામાન્ય સભામાં પણ આ અંગે યોગ્ય કાર્યવાહીની ખાત્રી અપાઈ છે. જેની મિનિટસમાં પણ નોંધ છે. તેમજ અધિકારીઓ દ્વારા રોજકામ પણ કર્યુ છે. આમ છતાં પૂલ જર્જરિત હાલતમાં હોય, વોર્ડ નંબર-12 ના કોર્પોરેટર અસલમ ખીલજી, જેનબબેન ખફી, સામાજિક કાર્યકર હાજી રિઝવાનભાઈ જુણેજા સહિતના દ્વારા બુધવારે સવારે લોકમત સહિ ઝૂંબેશ હાથ ધરી હતી અને લોકોના આ પૂલ અંગે અભિપ્રાયો લેવાયા હતાં. જે આવતીકાલે સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular