જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલ પુલની ખરાબ હાલતને લઈને વોર્ડ નંબર 12 ના કોર્પોરેટરો દ્વારા આજે વિરોધ નોંધાયો હતો. પુલને યોગ્ય રીતે રીપેર કરીને લોકો માટે સુરક્ષિત બનાવવાની માંગ સાથે કોર્પોરેટર અસલમ ખેલજી અને જૈનમ ખફીએ રસ્તા રોકો આંદોલન કરવાનો પ્રયાસ કર્યો હતો.
સ્થાનિક નાગરિકોની લાંબા સમયથી ચાલી રહેલી ફરિયાદોને પગલે કોર્પોરેટરો સ્થળ પર પહોંચી વિરોધ નોંધાવવા ઉતર્યા હતા. આંદોલન શરૂ થાય તે પહેલાં જ પોલીસે બંને કોર્પોરેટરોની અટકાયત કરી હતી.
View this post on Instagram
કાલાવડ નાકા બહારનો પુલ અત્યંત જર્જરિત હાલતમાં છે, રોજ હજારો લોકો આ માર્ગનો ઉપયોગ કરે છે, છતાં પણ તેની મરામત માટે યોગ્ય પગલાં લેવાતા નથી. લોકોની સુરક્ષા માટે પુલને ઝડપી ગતિએ તથા ગુણવત્તાપૂર્વક તૈયાર કરવામાં આવે એવી તેમની મુખ્ય માંગ હતી.


