Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરહત્યાના પ્રયાસના કેસમાં કોંગી કોર્પોરેટરની ધરપકડ

હત્યાના પ્રયાસના કેસમાં કોંગી કોર્પોરેટરની ધરપકડ

જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અને કોંગી કોર્પોરેટર અસલમ ખિલજી કે, જેની સામે પાંચ મહિના પહેલા સીટી-એ ડિવિઝન પોલીસ મથકમાં એક યુવાનની હત્યાનો પ્રયાસ કરવા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને તે ગુનામાં છેલ્લા પાંચ માસથી નાસતા-ફરતા હતાં.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અને વોર્ડ નં. 12ના કોંગી કોર્પોરેટર અસલમ ખિલજી કે જેની સામે આજથી પાંચ માસ પહેલા સીટી-એ ડિવિઝન પોલીસ મથકમાં એક યુવાનની હત્યાનો પ્રયાસ કરવા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને તે ગુનામાં તેઓ નાસતા-ફરતા હતા. જામનગરના કાલાવાડ નાકા બહાર રહેતા અબુ સુફીયાન નામના યુવાન સાથે જુના ચૂંટણીના મનદુ:ખ અંગે તકરાર ચાલતી હતી. અસલમ ખિલજીના કહેવાથી તેના અન્ય ચાર સાગરીતો દ્વારા તેનું અપહરણ કરાયું હતું અને જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે અંગે સીટી-એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયા પછી આટલા સમયથી કોર્પોરેટર અસલમ ખિલજી નાસતા-ફરતા રહ્યા હતાં. દરમિયાન તે જામનગરમાં આવ્યા હોવાની બાતમી મળતા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી સીટી-એ ડિવિઝન પીઆઇ એન.એ. ચાવડા અને તેની ટીમ દ્વારા અસલમ ખિલજીની ધરપકડ કરી લેવામાં આવી હતી અને અદાલત સમક્ષ રજૂ કરાતાં તેને જેલમાં ધકેલી દેવા હુકમ થયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular