દેશભરમાં ફરી એક વખત લોકો કોરોનાના કહેરથી પરેશાન છે ત્યારે કોરોનાએ બોલીવૂડ પર તેનો ત્રાસ વર્તાવ્યો છે. બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર કોરોના પોઝિટિવ આવ્યો છે. તેણે ટ્વિટર પર ટ્વિટ કરી હતી કે તે કોવિડ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ પોઝિટિવ આવ્યા છે.
અભિનેતા અક્ષય કુમારે ટ્વિટ કરીને કહ્યું કે “હું દરેકને જાણ કરવા માંગુ છું કે, આજે વહેલી સવારે, મેં કોવિડનો રિપોર્ટ કરૈાવ્યો છે જેમા હું કોવિડ પોઝિટિવ આવ્યો છું. બધા પ્રોટોકોલોને અનુસરી હું હાલ આઇસોલેટ છું અને હોમ ક્વોરન્ટાઇન છું. હું દરેક મેડિકલ સારવાર લઇ રહ્યો છું. આ સિવાય દરેક લોકોને અપીલ છે કે હું જેના સંપર્કમાં આવ્યો છું તે લોકોએ પણ ટેસ્ટ કરાવી લેવા.
અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ રામ સેતુના શૂટિંગમાં અયોધ્યામાં હતો. અક્ષય કુમારના વર્કફ્રન્ટની વાત કરીએ તો કલાકાર એક પછી એક ઘણી ફિલ્મોમાં જોવા મળશે. અક્ષય કુમાર પાસે ફિલ્મોની લાંબી સૂચિ છે. ફેન્સ આગામી ફિલ્મ સૂર્યવંશીની રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મમાં તે કેટરિના કૈફ સાથે રોમાંસ કરતો જોવા મળશે. ફિલ્મમાં અજય દેવગન અને રણવીર સિંહ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.