Saturday, December 28, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતમાં કોરોનાની નવી ગાઈડલાઈન, આવતીકાલથી 11 ફેબ્રુઆરી સુધી લાગુ

ગુજરાતમાં કોરોનાની નવી ગાઈડલાઈન, આવતીકાલથી 11 ફેબ્રુઆરી સુધી લાગુ

- Advertisement -

ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિમાં રાત્રી કર્ફ્યું અને અન્ય બાબતોને લઇને આજે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.  આ નિર્ણયો આવતીકાલે એટલેકે તા. ૪થી ફેબ્રુઆરી ૨૦૨૨થી અમલમાં આવશે અને  તા. ૧૧ મી   ફેબ્રુઆરી ૨૦૨૨ના સવારે ૦૬:૦૦ વાગ્યા સુધી અમલમાં રહેશે. કોર કમિટીની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયો આ મુજબ છે.

- Advertisement -
  • રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ ૧૫૦  વ્યક્તિઓની મર્યાદા રહેશે.
  • બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતા ના ૫૦% પરંતુ વધુમાં વધુ ૧૫૦ વ્યક્તિઓની સંખ્યા માં યોજી શકાશે.
  • રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં ૩૦૦ વ્યક્તિઓની મર્યાદામાં  લગ્ન સમારોહ યોજી શકાશે
  • લગ્ન સમારોહ બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની ક્ષમતાના ૫૦% પરંતુ વધુમાં વધુ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદામાં યોજવાના રહેશે.

હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા ર૪ કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી.

  • હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવડ, ગોધરા, વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તા. ૪ થી ફેબ્રુઆરી ૨૦૨૨થી દરરોજ રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે.રાત્રિ કરફયુની હાલની જે સમયાવધિ તા.૦૪-૨-ર૦રરના સવારે ૬ વાગ્યે પૂર્ણ થાય છે તે લંબાવીને તા ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીની કરવામાં આવી છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular