કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન અનેક લોકો કોરોનાનો શિકાર બન્યા છે. સંક્રમીત લોકો આઈસોલેશનમાં રહીને પણ કંટાળી જતા હોય છે. તેવામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. કોરોના પોઝીટીવ સાસુ આઈસોલેશનમાં રહીને કંટાળી જતા તેણીએ તેની વહુને જબરજસ્તી ગળે લગાવીને કોરોના સંક્રમિત કરી છે.
આ કેસ તેલંગાણાના સોમરીપેટા ગામની છે, જ્યાં એક મહિલાને કોરોનાના લક્ષણો જણાતા રીપોર્ટ કરાવ્યો હતો અને પોઝીટીવ આવ્યો હતો. બાદમાં આ મહિલાને ઘરમાં આઈસોલેટ કરવામાં આવી હતી. અને પરિવારના અન્ય સભ્યોને તેનું સંક્રમણ ન લાગે તે માટે પરિવારજનોએ રૂમનો દરવાજો બંધ રાખ્યો હતો અને તેણીને મળવાનું બંધ કર્યું હતું.પરિણામે મહિલા ગુસ્સે થઇ હતી કે તેની વહુને જબરજસ્તી ગળે લગાવીને તેને પણ કોરોના સંક્રમિત કરી દીધી હતી. વહુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી પરિવારજનોએ તેની સાસુને ઘરેથી બહાર કાઢી મૂકી દીધી હતી. મજબૂરી પછી તે મહિલાની બહેન તેને પોતાના ઘરે લઈ ગઈ હતી.
વહુએ જણાવ્યું હતું કે કોરોના સંક્રમિત તેની સાસુને પરિવારથી અલગ એક રૂમમાં આઈસોલેટ કરવામાં આવી હતી અને ત્યાં જ તેમને જમવાનું આપી દેવામાં આવતું હતું. પરંતુ મારી સાસુએ મને એવુ કહીને ગળે લગાવી કે, તારે પણ કોરોના સંક્રમિત થવું જોઈએ. હાલ બંનેની સારવાર ચાલી રહી છે.