કોરોના વાયરસના નવા કેસોમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 2.5 લાખથી વધુ દર્દીઓ મળી આવ્યા છે. જો કે, મૃત્યુઆંક હજુ પણ ચિંતાનો વિષય છે. હાલમાં દેશમાં કોવિડ ચેપનો દર 15.2 ટકા છે. તે જ સમયે, દેશમાં 22 લાખથી વધુ કોરોના સક્રિય કેસ છે. આ પહેલા સોમવારે દેશમાં કોરોનાનાં 3.06 લાખ કેસ નોંધાયા હતા. એટલે કે આજે 50,190 ઓછા કોરોનાનાં કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસનાં 2,55,874 નવા કેસ નોંધાયા છે, જયારે 2,67,753 લોકો સ્વસ્થ થયા છે અને 614 લોકોનાં કોરોનાનાં કારણે મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,90,462 લોકોનાં કોરોનાથી મોત થયા છે. વળી, 3,70,71,898 લોકોએ કોરોનાને હરાવ્યો છે. દેશમાં હાલમાં કોરોનાનાં 22,36,842 સક્રિય દર્દીઓ છે.
કોરોના ટેસ્ટિંગની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 16,49,108 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 71.88 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ, જો આપણે કોરોના રસીકરણ વિશે વાત કરીએ, તો દેશમાં અત્યાર સુધીમાં 162.92 કરોડ કોવિડ રસી આપવામાં આવી છે.