જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાની બીજી લહેર એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યૂં છે. રાજયમાં દરરોજ કોરોનાના કેસોનો ગ્રાફ ઉચ્ચે જઇ રહ્યો છે. જામનગરમાં સતત બિજા દિવસે સૌથી વધુ કેસ નોંધાયા છે. જામનગરમાં છેલ્લાં 24 કલાક દરમ્યાન 202 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં જામનગર શહેરમાં 109 અને ગ્રામ્ય વિસ્તારમાં 93 કેસ સામે આવ્યાં છે. સતત બીજા દિવસે જામનગરમાં કોરોના પોઝિટીવના વધુ કેસ નોંધાયા છે.
જામનગરમાં ગઇકાલે 151 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા બાદ આજે કોરોનાએ બેવડી સદી નોંધાવી છે. છેલ્લાં 24 કલાક દરમ્યાન શહેરમાં 109 કોરોના પોઝિટીવ અને ગ્રામ્ય વિસ્તારમાં 93 કેસ સામે આવ્યાં છે. આજ દિવસ સુધીમાં જામનગર શહેરમાં કુલ 258952 સેમ્પલનું પરિક્ષણ થયું છે. જયારે આજે 40 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. જામનગર ગ્રામ્યમાં આજ દિવસ સુધીમાં કુલ 208689 સેમ્પલનું પરિક્ષણ થયું છે. આજરોજ કુલ 44 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. કોરોનાની બીજી લહેરનો સ્ટ્રેઇન વધુ સંક્રમીત હોવાને કારણે સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે. શહેર જિલ્લામાં ફરી એક વખત ખતરાની ઘંટડી વાગી રહી છે. સમગ્ર રાજયમાં કોરોનાના કેસો રેકોર્ડ તોડી રહ્યા છે. જામનગરમાં ગઇકાલે 151 કેસ અને આજરોજ 202 કેસ નોંધાતા જામનગરમાં કોરોનાનું ગંભીર સ્વરૂપ જોવા મળી રહ્યું છે.