Friday, November 22, 2024
Homeરાષ્ટ્રીયકોરોના મોત વળતર: નિર્ણયમાં થશે વિલંબ

કોરોના મોત વળતર: નિર્ણયમાં થશે વિલંબ

- Advertisement -

રોગચાળા દરમિયાન કોરોનાને લીધે થતાં મૃત્યુના મામલામાં વળતર અંગે માર્ગદર્શિકા ઘડવા કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ પાસે વધુ સમય માંગ્યો છે.

- Advertisement -


સુપ્રીમ કોર્ટે 30 જૂનના ચુકાદામાં રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ)ને મૃતકોના સગાઓને વળતર આપવા યોગ્ય માર્ગદર્શિકા ઘડવાનો નિર્દેશ આપ્યો છે.


સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કેન્દ્રએ કહ્યું કે એનડીએમએની વિચારણા હેઠળની કવાયત અગ્રિમ તબક્કામાં છે અને થોડું વધારે નિરિક્ષણ કરવું જરૂરી છે. કેન્દ્રએ આ માટે વધારાના ચાર અઠવાડિયાની વિનંતી કરી છે.
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે કોવિડને કારણે થયેલ મૃત્યુના કિસ્સામાં ઓછામાં ઓછી વળતરની રકમ આપી શકાય તે માર્ગદર્શિકા નિર્ધારિત કરવાની એનડીએમએની જવાબદારી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે વળતરની રકમ નક્કી કરવા માટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપી શકે નહીં, પરંતુ એનડીએમએ વળતરની લઘુત્તમ રકમ નક્કી કરી શકે છે.

- Advertisement -


ભારતના મોટાભાગના રાજ્યોમાં કોરોનાનો કહેર ચાલુ છે. મહારાષ્ટ્રમાં કોરોનાનો રોગચારો મહત્તમ ફાટી નીકળ્યો છે. મંગળવારે મહારાષ્ટ્રમાં કોવિડ -19 ના 6910 કેસ નોંધાયા હતા અને 147 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ભૂતકાળમાં ચેપને કારણે રાજ્યમાં 3509 મૃત્યુ અને કોવિડ -19 ના 2479 કેસ પણ જોડાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 7510 દર્દીઓ સ્વસ્થ બન્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular