કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે કોરોના વાયરસના આંકડા જાહેર કરાયા છે,સ્વાસ્થ્ય મંત્રાલયના નવા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 42,618 કેસ નોંધાયા છે. આ દરમિયાન 36,385 લોકો સાજા થયા છે. સમાન સમયગાળા દરમિયાન દેશમાં કોરોનાથી 330 લોકોનાં મોત થયા છે.
આ સાથે જ દેશમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 4,40,225 થઈ છે. દેશમાં હાલ 4,05,681 એક્ટિવ કેસ છે. નવા આંકડા થતાં દેશમાં અત્યારસુધી કોરોના વાયરસના નોંધાયેલા કુલ કેસની સંખ્યા 3 કરોડ 29 લાખ 45 હજાર 907 થઈ છે. જેની સામે દેશમાં 3 કરોજ 21 લાખ લાકો સાજા થયા છે. દેશમાં સાજા થવાનો દર હાલ 97.4% અને મોતનું પ્રમાણ 1.3% છે. કોરોના વેક્સીન અત્યારસુધી 67 કરોડ 72 લાખ 11 હજાર અને 205 લોકોને વેક્સીન આપવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 58 લાખ 85 હજાર 687 લોકોને વેક્સીન આપવામાં આવી છે
કોરોના એક્ટિવ કેસનો આંકડો ફરી 4 લાખને પાર
26 દિવસ બાદ એક્ટિવ કેસ 4 લાખથી વધી ગયા : 24 કલાકમાં નવા 42,618 કેસ નોંધાયા : 330 લોકોના મોત