આખી દુનિયાને હચમચાવનાર કોરોના ચીન માંથી ફેલાયો હોવાની આશંકા સૌ કોઈને છે. ત્યારે વૈજ્ઞાનિકોના સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે વુહાનની લેબમાંથી જ કોરોના વાયરસ ફેલાયો હતો. એક નવા અભ્યાસમાં વૈજ્ઞાનિકોને મળેલા પૂરાવાના આધાર પર આ દાવો કરવામાં આવ્યો છે.
ચીનના વૈજ્ઞાનિકોએ વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની બાયો સેફ્ટી લેવલ-4 (B.S.L 4) ની લેબમાં જ કોરોના વાયરસ તૈયાર કર્યો છે. સ્ટડીમાં કહેવામાં આવ્યું કે, ચીની વૈજ્ઞાનિકોએ વાયરસને તૈયાર કર્યા બાદ તેને રિવર્સ-એન્જિનિયરિંગ વર્ઝનથી બદલવાનો પ્રયાસ કર્યો, જેથી એવુ લાગે કે વાયરસ ચામાચિડીયાથી વિકસિત થયો છે. એક મીડિયા અહેવાલ અનુસાર આ સ્ટડીને બ્રિટિશ પ્રોફેસર એંગસ ડલ્ગનિશ અને નોર્વેના વૈજ્ઞાનિક ડો. બિર્ગર સોરેનસેને કરી છે. પ્રોફેસર ડલ્ગલિશ લંડનમાં સેન્ટ જોર્જ યુનિવર્સિટીમાં કેન્સર વિજ્ઞાનના પ્રોફેસર છે. તો ડો. સોરેનસેન એક વાયરોલોજિસ્ટ અને ઇમ્યૂનોર નામની કંપનીના અધ્યક્ષ છે, જે કોરોનાની વેક્સિન તૈયાર કરી રહી છે.
વૈજ્ઞાનિકોએ લખ્યુ કે, તેમની પાસે છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી ચીનમાં વાયરસ પર રેટ્રો-એન્જિનિયરિંગના પૂરાવા છે. પરંતુ શિક્ષણ શાસ્ત્રીઓ અને મુખ્ય મેગેઝિને તેને નજરઅંદાજ કરી દીધા. આ સ્ટડીમાં કહેવામાં આવ્યું કે, વુહાન લેબમાં ઇરાદાપૂર્વક ડેટાને નષ્ટ કરી દેવામાં આવ્યો. તેને છુપાવવામાં આવ્યો અને ગાયબ કરી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જે વૈજ્ઞાનિકોએ તેને લઈને પોતાનો અવાજ ઉઠાવ્યો, તેને ચીને ચુપ કરાવ્યા કે ગાયબ કરાવી દીધા.
બ્રિટિશ પ્રોફેસર એંગસ ડલ્ગનિશ અને નોર્વેના વૈજ્ઞાનિક ડો. બિર્ગર સોરેનસેને વેક્સિન બનાવવા માટે કોરોનાના સેમ્પલનો અભ્યાસ કરી રહ્યાં હતા તો અમે વાયરસમાં એક ખાસ ફિંગરપ્રિન્ટ શોધી. તેને લઈને તેમનું કહેવું છે કે આવુ લેબમાં વાયરસની સાથે છેડછાડ કર્યા બાદ સંભવ છે.