કોરોનાથી મુક્તિ મેળવવા સમગ્ર દેશમાં કોરોના રસિકરણ કાર્યક્રમ ચાલી રહ્યા છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પ્રયાસોને મદદરૂપ થવા વિવિધ સામાજિક સેવા પ્રવૃત્તિઓ કરતા શક્તિ મહિલા મંડળ જામનગર, સમાજ સેવક મહાવીર દળ (ધનબાઈનો ડેલો) તથા જામનગર મહાનગરપાલિકાના સયુંકત ઉપક્રમે તા. 7 અપ્રિલના રોજ નિ:શુલ્ક કોરોના વેક્સિન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 220 લાભાર્થી ઓએ લાભ લીધો હતો.
આ તકે કોર્પોરેટર પાર્થભાઈ જેઠવા, ક્રિષ્નાબેન સોઢા, મુકેશભાઈ માતંગ, આશાબેન રાઠોડ તથા પૂર્વ કોર્પોરેટર નટુભાઈ રાઠોડ અને કમલેશભાઈ સોઢા તથા વોર્ડના પ્રમુખ રાજુભાઈ નાનાણી, મહામંત્રી કૈલાશભાઈ જેઠવા, દિનેશભાઈ ચૌહાણ, ઉપપ્રમુખ ભરતભાઈ સોઢા, ભદ્રેશભાઈ ચંદારાણા, સાગરભાઇ રાઠોડ, રાજુભાઈ વ્યાસ, વોર્ડના મંત્રી હર્ષાબેન રાવલ તથા વોર્ડ નંબર 10ના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહાનગરપાલિકા આયોજીત આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો તથા પૂરી ટીમે ખૂબ જ સારી કામગીરી બજાવી હતી. આ ઉપરાંત જામનગરના સાંસદ પૂનમબેન માડમ તરફથી વેક્સિન લેનાર તમામ લોકોને કીટ આપવામાં આવી હતી.
વોર્ડ નંબર 10ના કોર્પોરેટર ક્રિષ્નાબેન સોઢા દ્વારા લોકોને કોરોના વેક્સિનથી ડર્યા વિના કોરોના રસી મુકવા અપીલ કરી હતી.