દેશમાં કોરોના રસીકરણના ત્રીજા તબક્કાની પહેલી એપ્રિલથી શરૂઆત થઈ છે. 1 એપ્રિલે એટલે કે આજે રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી કે હવે દેશની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આખો દિવસ રસી આપવામાં આવશે, રસીકરણની કામગીરી સત્તાવાર રજાઓ પર પણ કરવામાં આવશે.
આજ સુધી સરકારી રજા પર રસી મૂકવામાં આવતી ન હતી, પરંતુ હવે ભારત સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે સરકારી રજા પર પણ કોરોનાની રસી આપવામાં આવશે. કોરોના વાયરસના કેસોમાં જે દર વધી રહ્યો છે તેનાથી રાજ્યોને કેન્દ્રમાંથી સુચના અપાઈ છે. દેશમાં કોરોનાને લઇને મહારાષ્ટ્રની સૌથી ખરાબ સ્થિતિ છે. વધારેમાં વધારે લોકોનું વેક્સીનેશન કરવામાં આવે તે હેતુસર સરકાર દ્રારા હવે રજાના દિવસોમાં પણ વેક્સીનની કામગીરી ચાલુ રાખવામાં આવશે.
કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ રસીકરણની તમામ તૈયારીઓ રાખવા માટે જણાવ્યું છે. સરકારે કહ્યું કે 1 એપ્રિલ, 2021 થી બધા કોવિડ રસીકરણ કેન્દ્રો, સત્તાવાર રજાઓ પર પણ, અપ્રિલ મહિના દરમિયાન રસી આપવામાં આવશે. સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સલાહ લીધા પછી દરરોજ રસીકરણ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. જેથી કોરોના રસીકરણ અભિયાનને ઝડપથી કરી શકાય અને દેશના તમામ કેન્દ્રોમાં રસીકરણની કામગીરી ઝડપથી કરવામાં આવે. 16 જાન્યુઆરીથી 28 માર્ચ સુધીમાં 72 દિવસની અંદર 6કરોડ5લાખ 30હજાર 435 લોકોને વેક્સીન આપવામાં આવી છે.