જામનગર સહિત સમગ્ર દેશમાં કોરોના રસિકરણની કામગીરી ચાલી રહી છે. કોરોનાથી રક્ષણ માટે વેક્સિન આપવા તંત્ર દ્વારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે. ત્યારે આજરોજ જામનગર બાર એસોસિએશન દ્વારા પણ કોરોના વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર બાર એસોસિએશન દ્વારા જામનગરના વકીલો તથા તેમના પરિવારજનોને વેક્સિન આપવા માટે આજરોજ મહિલા વકીલ મંડળ ખાતે કોરોના વેક્સિન આપવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ 45 વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિઓને રસી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જામનગર બાર એસો.ના પ્રમુખ ભરતભાઇ સુવા, ઉપપ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા, સેક્રેટરી મનોજભાઇ ઝવેરી સહિતના હોદ્ેદારો ઉપસ્થિત રહ્યાં હતાં અને નિષ્ણાંત તબીબો દ્વારા જામનગરના વકીલ મંડળના સભ્યો તથા વકીલો અને તેમના પરિવારજનોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી.