Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયકોરોના અપડેટ : દેશમાં ત્રણ મહિના બાદ સૌથી ઓછા મૃત્યુ નોંધાયા

કોરોના અપડેટ : દેશમાં ત્રણ મહિના બાદ સૌથી ઓછા મૃત્યુ નોંધાયા

- Advertisement -

દેશમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. ત્યારે આજે વધુ એક રાહત આપતા સમાચાર આવ્યા છે. ત્રણ મહિના બાદ દેશમાં કોરોનાથી સૌથી ઓછા મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 723 દર્દીઓના મૃત્યુ થયા છે. ત્યારે 39,796 નવા કેસ નોંધાયા છે. 42,352 દર્દીઓ સ્વસ્થ થયા છે.

- Advertisement -

દેશમાં આજે કોરોનાના 39,796 કેસ નોંધાયા છે.સતત સાતમાં દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા છે. ત્યારે 88 દિવસ બાદ સૌથી ઓછા 723 દર્દીઓના મૃત્યુ થયા છે. એક્ટીવ કેસમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. હાલમાં 4,82,071 એક્ટિવ કેસ છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,05,85,229 થઈ ગઈ છે. કોરોના સામે લડીને 2 કરોડ 97 લાખ 430 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. બીજી તરફ, દેશમાં કુલ 35,28,92,046 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. 2 કરોડ 97 લાખ 430 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 

છેલ્લા 24 કલાકમાં કોરોનાથી મૃત્યુ પામેલા 955 મૃતકોમાં મહારાષ્ટ્રના 371, કેરળના 135 અને તમિલનાડુ 115 મૃતકોનો સમાવેશ થાય છે. કોરોનાથી બચવા દેશમાં વેક્સિનેશનની કામગીરી પણ ઝડપથી ચાલી રહી છે.  13 રાજ્યોના 18 થી 44 ઉંમરના 10 લાખથી વધુ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. આ 13 રાજ્યોમાં આંધ્ર પ્રદેશ, આસામ, છત્તીસગઢ, દિલ્હી, હરિયાણા, ઝારખંડ, કેરળ, તેલંગણા, હિમાચલ પ્રદેશ, ઓડિશા, પંજાબ, ઉત્તરાખડ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular