Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયદેશમાં કોરોનાનું સંક્રમણ ઘટયું, પણ મોતનો આંકડો વધ્યો

દેશમાં કોરોનાનું સંક્રમણ ઘટયું, પણ મોતનો આંકડો વધ્યો

નવા 2.35 લાખ કેસ સામે 871 લોકોના મોત : ગુજરાતમાં ગઇકાલે 12,131 કેસ નોંધાયા, 30ના મોત

- Advertisement -

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2,35,532 નવા કેસ નોંધાયા છે અને 871 લોકોના મોત થયા છે. એક્ટિવ દર્દીઓની સંખ્યા હજુ પણ 20 લાખ કરતાં વધુ છે. અત્યારે 20,04,333 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. ભારતમાં કોરોના ચેપનો દર 15.8% થી ઘટીને 13.39% પર આવી ગયો છે.

- Advertisement -

છેલ્લા 24 કલાકમાં 3,35,939 લોકો કોરોનાથી સાજા થયા છે, આ સાથે કોરોના સંક્રમણને માત આપનારા લોકોની કુલ સંખ્યા 3,83,60,710 પર પહોંચી ગઈ છે. દેશમાં અત્યારે કોરોના રિકવરી રેટ 93.89% છે. દૈનિક ચેપ દર 13.39% છે અને સાપ્તાહિક ચેપ દર 16.89% છે. જો આપણે રસીકરણ વિશે વાત કરીએ, તો 24 કલાકમાં 1,65,04,87,260 લોકોને કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 871 મોત નોંધાયા છે, જેમાં કેરળના 258 જૂના આંકડા ઉમેરાયા છે.જ્યારે ગઈકાલે એટલે કે 28 જાન્યુઆરીએ 2,51,209 નવા કેસ સામે આવ્યા છે.

ગઈકાલે કોરોનાના 2,51,209 નવા કેસ નોંધાયા હતા અને 627 લોકોના મોત થયા હતા. આગલા દિવસે 3,47,443 લોકો કોરોનાથી સાજા થયા હતા. દૈનિક પોઝિટિવિટી દર 15.88 ટકા હતો. તમને જણાવી દઈએ કે 627 લોકોમાંથી એકલા કેરળમાં 153 લોકોએ જીવ ગુમાવ્યા છે.

- Advertisement -

રાજ્યમાં કોરોનાનું જોર ઘટ્યું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 12131 કેસ નોંધાયા છે. જ્યારે 30 દર્દીના મૃત્યુ થયા છે, તેમજ 22070 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ 4124, વડોદરા 2517, રાજકોટમાં 1213, સુરત 1071, ગાંધીનગર 399, પાટણ 286,જામનગર 269. ભાવનગર 208, કચ્છ 206, વલસાડ 166, બનાસકાંઠા-મહેસાણા 157, નવસારી 151, ભરૂચ 141, આણંદ-મોરબી 138, ખેડા 129, સાબરકાંઠા 106, પંચમહાલ 85, જુનાગઢ 84, અમરેલી 78, સુરેન્દ્રનગર 69, દાહોદ 35, ગીર સોમનાથ 33, દેવભૂમિ દ્વારકા 27, મહિસાગર 23, અરવલ્લી-નર્મદા 18, છોટા ઉદેપુર 14, ડાંગ-પોરબંદર 10, બોટાદમાં 5 કેસ સામે આવ્યા છે. રાજયમાં કુલ 297 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જયારે 107618 દર્દીઓ સ્ટેબલ છે. રાજયનો કુલ મૃત્યુઆંક 10375 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 1132791 પર પહોંચ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular