Monday, December 30, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર-જિલ્લામાં કોરોના સંક્રમણ મહદઅંશે ઘટયું

જામનગર શહેર-જિલ્લામાં કોરોના સંક્રમણ મહદઅંશે ઘટયું

24 કલાક દરમિયાન શહેરમાં 53 અને ગ્રામ્યમાં 30 નવા કેસ : શહેરમાં 81 અને ગ્રામ્યમાં 68 મળી કુલ 149 દર્દીએ કોરોનાને માત આપી : ગ્રામ્યમાં એક વ્યકિતનું મોત: બિનસત્તાવાર મૃત્યુઆંક 10

- Advertisement -

જામનગર શહેર જિલ્લામાં કોરોના અજગરી ભરડો લઇ રહ્યો છે અને કોરોના મહામારીનું સંક્રમણ અનેક ગણી ઝડપે વધી રહ્યું છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં 53 અને ગ્રામ્યના 30 કેસ મળી 83 કેસ નોંધાયા છે. તો 149 દર્દીઓએ કોરોનાને હરાવવામાં સફળ રહેતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જામનગરમાં છેલ્લાં 24 કલાક દરમિયાન એક દર્દીઓનું મોત નિપજ્યા હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જામનગરમાં બિનસત્તાવાર રીતે કોવિડ થી 10 દર્દીના મોત નિપજ્યા છે.

ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ ઘટતું જાય છે અને મૃત્યુનું પ્રમાણ પણ સાથે સાથે ઘટી રહ્યું છે. જે મહદઅંશે રાહત છે. જો કે, છેલ્લાં દશેક દિવસથી જામનગર સહિત સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે અને આ સંક્રમણમાં પોઝિટિવ કેસો અને મૃત્યુઆંક ઘટતો જાય છે જ્યારે સાજા થનાર દર્દીઓની સંખ્યા વધી રહી છે જેથી સરકારી હોસ્પિટલોમાં હાલની પરિસ્થિતિમાં કોવિડના દર્દીઓની સંખ્યા ઘણી ઘટી ગઈ છે. જામનગરની જી.જી.હોસ્પિટલમાં છેલ્લાં બે સપ્તાહથી શહેર-જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં મહદઅંશે ઘટાડો થઈ જતાં એક માસ પૂર્વે દરરોજના 700 કેસોની સરખામણીએ આજે માત્ર 100 થી 125 કેસો જ પોઝિટિવ આવે છે અને કોવિડથી થતાં મૃત્યુનો આંકડો પણ ઘટી ગયો છે. અગાઉ દરરોજ આશરે 70 જેટલા દર્દીઓના કોવિડથી બિનસત્તાવાર મૃત્યુ થતાં હતાં. તે પણ ઘટીને માત્ર 10 સુધી પહોંચી ગયા છે જે હોસ્પિટલના તબીબો અને વહીવટી તંત્ર તથા સરકાર માટે રાહતની બાબત છે.

જામનગર શહેરમાં 53 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જ્યારે 81 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આ ઉપરાંત જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કુલ 30 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે 68 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા ડિસ્ચાર્જ કરાયા છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં કુલ 383286 સેમ્પલનું પરીક્ષણ થયું છે. જામનગર ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કુલ 282287 સેમ્પલનું પરીક્ષણ થયું છે અને સત્તાવાર રીતે કુલ એક વ્યકિતનું કોરોનાથી મોત નિપજયું છે. જ્યારે છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગરમાં 10 દર્દીઓના મોત થી અરેરાટી ફેલાઈ ગઇ છે. ગુજરાત રાજ્યમાં છેલ્લાં એક માસથી વધતા જતા કોરોના સંક્રમણમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં છેલ્લા 15 દિવસથી નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમજ સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. અને મૃત્યુદરનું પ્રમાણ પણ ઘટતું જાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular