Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરસુભાષ શાક માર્કેટના વેપારીઓનું કોરોના પરિક્ષણ

સુભાષ શાક માર્કેટના વેપારીઓનું કોરોના પરિક્ષણ

મહાનગરપાલિકા, આરોગ્ય વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી: શહેર અને જિલ્લામાં ચિંતાજનક વધતું કોરોના સંક્રમણ

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લમાં છેલ્લાં ત્રણ સપ્તાહથી કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે અને આ કોરોના સંક્રમણમાં દરરોજ 200થી વધુ કેસો પોઝિટીવ નોંધાય છે. તેમજ શહેરના અનેક વિસ્તારોમાં સોશ્યલ ડિસ્ટીંગની જાળવણી થતી ન હોય અને લોકો માસ્ક પહેરવા બેદરકારી દાખવતાં હોય જેથી કોરોના સંક્રમણ ચરમસીમાએ પહોંચી ગયું છે. આ સંક્રમણ અટકાવવા માટે વહીવટીતંત્ર મેદાને આવ્યું છે અને જિલ્લામાં વધુને વધુ કોરોના પરિક્ષણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જામનગર કલેકટર રવિશંકર અને મ્યુ.કમિશનર સતિષ પટેલ તથા જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનના નેજાં હેઠળ શહેરમાં મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા અનેક સંસ્થાઓને સાથે રાખીને કોરોના પરિક્ષણ તેમજ વેકસીન આપવાની કામગીરી હાથધરવામાં આવી રહી છે. આ કામગીરી અંતર્ગત જામનગર મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરની સૌથી જૂની એવી સુભાષ શાકમાર્કેટમાં શાક-બકાલાની વ્યવસાય કરતાં વેપારીઓના કોરોના પરિક્ષણ કરાવવાની કામગીરી હાથધરાવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular