Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયકોરોનાનો વ્યાપ-ઘાતકતા વધી રહ્યા છે: 47,000 કેસ,275 મોત

કોરોનાનો વ્યાપ-ઘાતકતા વધી રહ્યા છે: 47,000 કેસ,275 મોત

ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં ભારે મોટો ઉછાળો આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 47,262 નવા કેસ સામે આવ્યા છે. આ સમયગાળામાં જ 23,907 લોકો સાજા થયા છે અને 275 લોકોના મોત થયા છે. કોરોના વાયરસના કેસ મામલે ભારત વિશ્વમાં અમેરિકા અને બ્રાઝિલ બાદ ત્રીજા ક્રમે આવી ગયું છે.

- Advertisement -

નવા કેસની સાથે જ ભારતમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 1 કરોડ, 17 લાખ, 34 હજાર 58 થઈ ગઈ છે. જ્યારે 1 કરોડ, 12 લાખ, 5 હજાર, 160 લોકો અત્યાર સુધીમાં સાજા થયા છે. ઉપરાંત 1 લાખ 60 હજાર 441 લોકોએ સંક્રમણના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. ભારતમાં હાલ કોરોનાના 3 લાખ 68 હજાર 457 સક્રિય કેસ છે.

ભારત સરકારે મોટા પાયે વેક્સિનેશન અભિયાન હાથ ધર્યું છે જે અંતર્ગત અત્યાર સુધીમાં 5 કરોડ 8 લાખ 41 હજાર 286 લોકોને વેક્સિન અપાઈ ચુકી છે. કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી ભારત સરકારે 45 વર્ષ કરતા વધારે ઉંમરના લોકોને પણ વેક્સિન આપવાની જાહેરાત કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular