Tuesday, September 17, 2024
Homeરાષ્ટ્રીયઆજથી બે દિવસ દેશભરની હોસ્પિટલમાં કોરોના મોકડ્રીલ

આજથી બે દિવસ દેશભરની હોસ્પિટલમાં કોરોના મોકડ્રીલ

- Advertisement -

દેશમા કોરોનાના સતત વધી રહેલાં સંક્રમણ વચ્ચે દેશભરની સરકારી હોસ્પિટલોમાં આજે અને આવતીકાલે બે દિવસ કોરોના અંગેની મોકડ્રીલ યોજાશે. જેથી મુશ્કેલ પરિસ્થિતિમાં આરોગ્ય વ્યવસ્થા જાળવી શકાય. દેશની હોસ્પિટલો સાથે રાજયની અમદાવાદ સહિતની હોસ્પિટલમાં પણ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મોકડ્રીલ સમયે રાજયના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહેશે. અમદાવાદમાં કોરોનાના રાજયના સૌથી વધુ કેસ નોધાઇ રહયા હોય તંત્ર એલર્ટ રહયું છે. મોકડ્રીલ દરમ્યાન ઓકિસજન, વેન્ટીલેટર સહિતની વ્યવસ્થાઓની ચકાસણી કરવામાં આવશે. રાજયમાં તમામ સ્થળે આ બે દિવસ દરમ્યાન એક સાથે મોકડ્રીલ યોજવામાં આવશે. અગાઉ અમરેલી જિલ્લામાં કોરોનાની નવી લહેરની આશંકા ઉભી થતાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોનાના સતત વધી રહેલાં કેસને પગલે સામૂહિક રીતે મોકડ્રીલ યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ મોકડ્રીલમાં સરકારી ઉપરાંત કેટલીક ખાનગી હોસ્પિટલોને પણ આવરી લેવામાં આવશે. દરમ્યાન કેન્દ્રિય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવીયા દેશભરમાં યોજાનારી મોકડ્રીલનું મોનિટરીંગ કરવા અને એઇમ્સમાં યોજાનારી મોકડ્રીલનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરવા માટે એઇમ્સની મુલાકાત લેશે. આ અગાઉ આરોગ્યમંત્રીએ 7 એપ્રિલે તમામ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક યોજી કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. તેમજ રાજયોને સાવચેત રહેવા ટેસ્ટીંગ અને જિનોમ સિકવન્સીંગ વધારવા તાકિદ કરવામાં આવી હતી. દરમ્યાન કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુન માંડવીયાએ જણાવ્યુું હતું કે, હવે આપણે કોરોના સાથે જ જીવવાનું છે. એટલા માટે અત્યારે કેસ વધી રહયા છે ત્યારે પ્રતિબંધો લાદવા કે નહીં તેનો નિર્ણય લેવાની સત્તા રાજય સરકારોને આપી દેવામાં આવી છે. કેન્દ્ર સરકાર કોઇપણ પ્રકારના પ્રતિબંધો લાગુ કરશે નહીં. તેમજ માસ્ક પણ ફરજિયાત કરશે નહીં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular