ભારતમાં કોરોના સંક્રમણના કેસોમાં ગુરૂવારે ફરી ઉછાળો નોંધાયો છે. 24 કલાકમાં 31 હજારથી વધુ લોકો કોરોનાગ્રસ્ત થયા છે. બીજી તરફ, એકિટવ કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે 187 દિવસ બાદ સૌથી ઓછા કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, કેરળમાં એક દિવસમાં 19,675 કેસ નોંધાયા છે અને 142 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં પણ કોરોના કેસોમાં આંશિક વધારો જોવા મળ્યો છે.
કેન્દ્રીય આરોગ્ય વિભાગે ગુરૂવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 31,923 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 ના કારણે 282 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,35,63,421 થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ 83,39,90,049 કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 71,38,205 કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે.
કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 28 લાખ 15 હજાર 731 લોકો સાજા પણ થઇ ચૂકયા છે. છેલ્લા 24 કલાકમાં 31,990 દર્દીઓ સાજા થયા છે. હાલમાં 3,01,604 એકિટવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 4,46,050 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
આ ઉપરાંત, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 22 સપ્ટેમ્બર, 2021 સુધીમાં કુલ 55,83,67,013 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. બુધવારના 24 કલાકમાં 15,27,443 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 28 લાખ 15 હજાર 731 લોકો સાજા પણ થઇ ચૂકયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 20 કેસ નોંધાયા છે. જેની સામે 20 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજયમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજયમાં કુલ મૃત્યુઆંક 10082 થયો છે. રાજયમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજયમાં ફકત 133 એકિટવ કેસ છે આ પૈકીના 03 દર્દીઓ વેન્ટિલેટર પર છે જયારે 130 દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજયમાંથી 8,15,536 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જયારે કુલ 10082 દર્દીનાં મૃત્યુનો આંક યથાવત છે. છેલ્લા ઘણા દિવસોથી રાજયમાં એક પણ મોત થયું નથી.