જામનગર મહાનગરપાલિકા તથા ઓમ ટ્રેનિંગ સેન્ટર (માનસિક વિકલાંગ બાળકોની તાલિમ સંસ્થા) તથા લાયન્સ કલબ ઓફ જામનગર ક્વિન્સ દ્વારા 18 વર્ષથી ઉપરના નાગરિકો માટે નિ:શૂલ્ક કોરોના રસિકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ઓમ ટ્રેનિંગ સેન્ટર ખાતે યોજાયેલા કોરોના રસિકરણ કેમ્પમાં 18 વર્ષથી ઉપરના નાગરિકોની સાથે 18 વર્ષથી ઉપરના દિવ્યાંગજનોને પણ કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવી હતી.