નીતિ આયોગના સભ્ય વીકે સારસ્વતે કહ્યું કે ભારતે કોવિડ-19ની બીજી લહેરનો સામનો ખૂબ જ સારી રીતે કર્યો અને આથી સંક્રમણના નવા કેસોની સંખ્યામાં ખૂબ ઘટાડો આવ્યો છે. સાથો સાથ તેમણે એ વાત પર પણ જોર આપ્યું કે ત્રીજી લહેરને નાથવા માટે તૈયારીઓ પૂરી થવી જોઇએ, યુવાન વસતીને વધુ પ્રભાવિત કરે તેવી આશંકા છે. સારસ્વતે કહ્યું કે ભારતના નિષ્ણાતોએ ખૂબ જ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે કોવિડ-19ની ત્રીજી લહેરની સંભાવના છે અને તે સપ્ટેમ્બર-ઑક્ટોબરથી શરૂ થવાની આશંકા છે. આથી દેશમાં વધુમાં વધુ લોકોનું રસીકરણ થવું જોઇએ.
સારસ્વતે કહ્યું કે મને લાગે છે કે આપણે કેટલીક હદ સુધી સારું કર્યું છે. આપણે કોવિડ-19ની બીજી લહેરનો સારી રીતે સામનો કર્યો અને આ તેનું જ પરિણામ છે કે સંક્રમણના નવા કેસ ખૂબ જ ઓછા થઇ રહ્યા છે. તેમણે કહ્યું કે આપણી વૈજ્ઞાનિક અને પ્રૌદ્યોગિકી ગતિવિધિઓની મદદ, ઓક્સિજન બેન્ક બનાવી, મોટી સંખ્યામાં ઓક્સિજનનો પુરવઠો પૂરો પાડવા માટે ઉદ્યોગ સ્થાપિત કરી આપણે મહામારીને ઉકેલવા માટે સફળ રહ્યા. રેલવે, એરપોર્ટ, સૈન્ય બળનો ઉપયોગ તરલ ઑક્સિજનને લઇ જવા માટે કરાઇ રહ્યો છે.
દેશમાં પહેલા ચાર લાખથી વધુ દરરોજ નવા કેસ સામે આવી રહ્યા હતા પરંતુ છેલ્લાં કેટલાંક દિવસમાં સંક્રમણના નવા કેસની સંખ્યા ઘટીને લગભગ 1.3 લાખ પર આવી ગઇ છે. સારસ્વતે કહ્યું કે કોવિડ-19 વૈશ્વિક મહામારીની પહેલી લહેર દરમ્યાન પણ ભારતનું મેનેજમેન્ટ સારું હતું અને તેને જ દેશને વૈશ્વિક મહામારીની બીજી લહેરને કાબૂમાં કરવાનો આત્મવિશ્વાસ પણ વ્યકત કર્યો.
કોરોનાએ આપ્યું ત્રણ મહિનાનું વેકેશન: સપ્ટેમ્બરથી ફરી સટાસટી
કેન્દ્ર સરકાર વતી નીતિ આયોગની જાહેરાત: સપ્ટેમ્બર-ઓકટોબરમાં ત્રીજી લહેર, યુવાનો પર વધુ અસરની સંભાવના