લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંના દર્શકો માટે એક માઠા સમાચાર આવી રહ્યા છે. તારક મહેતાના સેટ પર પણ હવે કોરોના વકર્યો છે. આ અગાઉ બોલીવુડના પણ અનેક સ્ટાર્સ કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંના મિસ્ટર ભિડે એટલે કે મંદાર ચાંદવાદકરને કોરોના થયો છે. હાલ તે અને તેનો પરિવાર હોમ કવોરન્ટાઈન છે. આ અગાઉ તારક મહેતાના સુંદરને પણ કોરોના થયો હતો.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંના મિસ્ટર ભિડે એટલે કે મંદાર ચાંદવાદકર કોરોનાની ચપેટમાં આવ્યા છે. મંદારે જણાવ્યું હતું કે તેઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. પરંતુ કોરોનાના લક્ષણ હજુ સુધી નથી જણાયા. અને હાલ તેઓ પરિવાર સાથે હોમ અઈસોલેટ થયા છે. આની પહેલાં તારક મહેતાના સુંદર લાલ એટલે કે મયુર વાકાણી પણ કોરોના થયા છે અને તેઓ હોસ્પિટલમાં પોતાની સારવાર કરાવી રહ્યા છે મળતી માહિતી મુજબ તેની પત્ની પણ કોરોના પોઝીટીવ છે. તારક મહેતાના સેટ પર હવે તમામનો કોરોના રીપોર્ટ કરવામાં આવશે અને સેટને સેનીટાઈઝ કરવામાં આવશે. આ પહેલા પણ ઘણા ટીવી સ્ટાર્સ કોરોનાનો શિકાર બની ચુક્યા છે.