Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતવિરવાવ ગામે કોરોના વીસ્ફોટ, 40 કેસ નોંધાતા ફફડાટ

વિરવાવ ગામે કોરોના વીસ્ફોટ, 40 કેસ નોંધાતા ફફડાટ

- Advertisement -

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસો સતત વધી રહ્યા છે ત્યારે મોરબી જીલ્લાના ટંકારામાં આવેલ એક નાનક્ડા વિરવાવ ગામે કોરોના વિસ્ફોર થયો છે. આ ગામમાં કોરોનાના 40 કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. હજુ પણ 50 જેટલા બીમાર લોકો છે જેને કોરોના ટેસ્ટ કરાવવા માંગ ઉઠી રહી છે.

- Advertisement -

ટંકારા તાલુકાના વિરવાવ ગામમાં કોરોનાના 40 કેસ નોંધાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ઉભો થયો છે. 1100ની વસ્તી ધરાવતાં આ ગામમાં 50 કેસ પોઝીટીવ હોય અને અનેક ઘરના લોકો બીમાર હોવાથી સરપંચ દ્રારા તાત્કાલિક કોરોના ટેસ્ટ કરાવવા જણાવવામાં આવ્યું છે. .વિરવાવ ગામના ક્ષત્રિય અગ્રણી વિક્રમસિંહ જાડેજા, કિશોરસિંહ જાડેજા, રાજપૂત સમાજનાપ્રમુખ પ્રદ્યુમ્નસિંહ જાડેજા સહિતના અગ્રણીઓએ આરોગ્યતંત્રને તાકીદે ટેસ્ટ સહિતની કામગીરી કરવા માંગ ઉઠાવી છે. 

ગુજરાતના શહેરોમાંથી ધીમે ધીમે ગામડાઓમાં કોરોના પ્રસરી રહ્યો હોવાથી ભયનો માહોલ સર્જાયો છે. તો શહેરોમાં પણ કોરોનાના રોજે રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 2360 નવા કેસ નોંધાયા હતા તથા 9 દર્દીના મૃત્યુ નીપજ્યા હતા જયારે ગઈકાલના 2004 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular