ગુજરાતમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે. સતત વધી રહેલા સંક્રમણ વચ્ચે ત્રીજી લહેરની આશંકાઓ સેવાઈ રહી છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1069 કેસ નોંધાયા છે. સૌથી વધુ અમદાવાદમાં 559 કેસ નોંધાયા છે. ત્યાર બાદ સુરતમાં 164, વડોદરામાં 67, રાજકોટમાં 61 કેસ નોંધાયા છે. જયારે જામનગર જીલ્લામાં આજે કોરોનાના 7 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોનાથી જામનગરના એક દર્દીનું મોત થયું છે.
ગુજરાતમાં છેલ્લે 4જુન 2021ના રોજ કોરોનાના 1000થી વધુ કેસ નોંધાયા હતા. ત્યારે આજે 7મહિના બાદ કોરોનાના કેસ 1000થી ઉપર નોંધાયા છે. ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે 1069 કેસ નોંધાયા છે. જે ગઈકાલે નોંધાયેલા કેસ કરતાં 70% વધુ છે. ગઈકાલે રાજ્યમાં કોરોનાના 654 કેસ નોંધાયા હતા. તો આજે રાજ્યમાં ઓમીક્રોનના પણ નવા 23 કેસ નોંધાયા છે. જામનગરમાં પણ આજે ઓમીક્રોનના 2 કેસ નોંધાયા છે.
આજે રાજ્યમાં 103 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,755 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.31 ટકાએ પહોંચ્યો છે. આજે 1,52,072 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.