Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયભારતમાં એક જ દિવસમાં કોરોનાથી 4000થી વધુ લોકોના મોત !

ભારતમાં એક જ દિવસમાં કોરોનાથી 4000થી વધુ લોકોના મોત !

- Advertisement -

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1660 કેસ નોંધાયા છે. અને 4100 લોકોના કોરોનાથી મોત થયા છે.  આ સાથે જ દેશમાં અત્યાર સુધી કોરોનાથી 5લાખ 20હજાર 855 લોકોના મોત થયા છે. જે 4100 લોકોના મૃત્યુ થયા છે તેમાં મહારાષ્ટ્ર અને કેરળમાં બેકલોગના કેસ ઉમેરવામાં આવ્યા છે. કારણકે અગાઉ મહારાષ્ટ્રમાં કોરોનાથી 4005 જયારે કેરળમાં 79 બેકલોગ મૃત્યુના કેસ સામે આવ્યા હતા.

- Advertisement -

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 2,349 લોકો સ્વસ્થ થયા છે. આ સાથે જ દેશમાં એક્ટીવ કેસની સંખ્યા ઘટીને 16,741 થઇ છે. 1,660 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં કોરોનાના કુલ સંક્રમિત કેસ વધીને 4,30,18,032 થઈ ગયા છે. જો રસીકરણની વાત કરીએ તો દેશમાં કુલ 1,82,87,68,476 લોકોને રસી આપવામાં આવી છે.

ગઈકાલની સરખામણીમાં આજે કોરોનાના નવા કેસોમાં થોડો ઘટાડો થયો છે. ગઈકાલે દેશમાં કોરોનાના 1,685 નવા કેસ નોંધાયા હતા અને 83 લોકોના મોત થયા હતા. જે બાદ દેશમાં કુલ 4,24,78,087 લોકો સંક્રમણથી મુક્ત થયા હતા અને કોવિડ-19થી મૃત્યુદર લગભગ 1.20 ટકા હતો.આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે અત્યાર સુધી 12-14 વર્ષની ઉંમરના કોરોના રસીનો પ્રથમ ડોઝ એક કરોડથી વધુ બાળકોને આપવામાં આવ્યો છે. બાળકોનું રસીકરણ 16 માર્ચથી શરૂ થયું હતું. તેમને કોર્બોવેક્સ વેક્સિન આપવામાં આવી રહી છે. આ રસીનો બીજો ડોઝ 28 દિવસના અંતરાલ પર આપવાનો છે.

- Advertisement -

 

 

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular