Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયઆજે મોદીની મુખ્યમંત્રીઓ સાથે કોરોના કોન્ફરન્સ

આજે મોદીની મુખ્યમંત્રીઓ સાથે કોરોના કોન્ફરન્સ

- Advertisement -

દેશમાં કોરોનાના વધતા કેસને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઘણાં રાજ્યોના મુખ્યમંત્રીઓની સાથે સાંજે 4.30 વાગ્યે વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા બેઠક કરશે. આ બેઠકમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા થાય એવી શક્યતા છે. અગાઉ રવિવારે વડાપ્રધાને કોવિડની સ્થિતિની સમીક્ષા કરતાં કહ્યું હતું કે કિશોરો માટેનું રસીકરણ અભિયાન ઝડપી કરવામાં આવે. ઉલ્લેખનિય છે કે મોદીએ 2020માં આ મહામારી ફેલાયા પછીથી મુખ્યમંત્રીઓ સાથે ઘણી બેઠક કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠક પછી પ્રતિબંધો વધુ કડક બની શકે છે. આ બેઠકમાં લોકડાઉન પર પણ વિચાર કરવામાં આવી શકે છે. જોકે અંતિમ નિર્ણય વડાપ્રધાન મોદી લેશે. ઉલ્લેખનિય છે કે નવી દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ર્ચિમ બંગાળ અને કર્ણાટકમાં સ્થિતિ ઝડપથી બગડી રહી છે. આ બેઠક દરમિયાન ઓક્સિજન-સિલિન્ડર, વેન્ટિલેટર, આઇસીયુ, ઓક્સિજન બેડ, આઈટી હસ્તક્ષેપની સ્થિતિ પર સમીક્ષા કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યારસુધીમાં સંસદ ભવનના 718 કર્મચારી કોરોના સંક્રમિત થયા છે. ખતરાને જોતાં હવે સંસદનાં બંને ગૃહોને શિફ્ટમાં બોલાવવા પર વિચાર કરવામાં આવી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular