જામનગરમાં કાળમુખો કોરોના બેકાબૂ બન્યો છે. જામનગર શહેર જીલ્લામાં દરરોજ કોરોના કેસનો રાફડો ફાટી રહ્યો છે. મહામારીએ માઝા મૂકતા ખાનગી હોસ્પિટલો અને લેબોરેટરીમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. જી.જી.હોસ્પિટલ દર્દી થી ઉભરાઈ રહી છે. આજે સવારે જી.જી.હોસ્પિટલ માં એમ્બ્યુલન્સની કતારો જોવા મળી હતી. જી.જી.હોસ્પિટલ હાઉસફૂલ થતા દર્દીઓ ને વેઈટીંગ માં રહેવાનો વારો આવ્યો હતો. છેલ્લા 24 કલાક માં જામનગર શહેરમાં 234 અને જિલ્લામાં 132 દર્દી મળી કુલ 366 દર્દી સંક્રમિત થયા છે. જેની સામે શહેરમાં 101 અને જિલ્લામાં 82 મળી કુલ 183 દર્દીએ મહામારીને મહાત આપતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં કુલ 288512 કોરોના સેમ્પલના પરીક્ષણ થયા છે જયારે ગ્રામ્યમાં 228615 કોરોના સેમ્પલના પરીક્ષણ થયા છે.રાત્રી કર્ફ્યું અને સ્વેછીક લોકડાઉન છતા જામનગર શહેર જીલ્લામાં કોરોનાનો કાળો કહેર અવિરત રહેતા છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 366 નવા કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યા છે. સંક્રમણ બેકાબૂ બનતા હોસ્પિટલમાં બેડ પણ ના મળતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.