Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયકોરોના: એઇમ્સની ગાઇડલાઇન ભ્રામક હોવાનો સૈન્યના ડોકટરનો દાવો

કોરોના: એઇમ્સની ગાઇડલાઇન ભ્રામક હોવાનો સૈન્યના ડોકટરનો દાવો

ગાઇડલાઇનના કારણે થયેલાં મોટાં નુકસાન અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા

- Advertisement -

કોરોના પ્રકોપ વચ્ચે એઇમ્સની ગાઇડલાઇનને લઇને સેનાના ડોકટર એઇમ્સના ડાયરેકટર ડો.રણદીપ ગુલેરિયાને પત્ર લખ્યો છે. જેમાં ગાઇડલાઇનને ભ્રામક ગણાવીને આ મામલે સવાલ ઉઠાવ્યા છે. અને રણદીપ ગુલેરિયા પાસે સ્પષ્ટતા માંગી છે. પત્રમાં ગાઇડલાઇનના કારણે થયેલા નુકસાન અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

કોરોના મહામારીની બીજી લહેર ઘાતક સાબિત થઇ છે. એક તરફ પુરો દેશ હોસ્પિટલમાં બેડ અને ઓકિસજનની અછતથી જજુમી રહ્યો હતો તો બીજી તરફ બજારમાં રેમડેસિવિર જેવી દવાઓની ભયંકર કાળા બજાર જોવા મળી હતી. આ ઉપરાંત સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે પરિજનોને પૈસા ખર્ચ કરવાની સાથે લાંબી કતારનો સામનો કરવો પડયો હતો. એઇમ્સની બદલતી ગાઇડલાઇનના કારણે ઘણા લોકોના જાન અને માલ બન્નેને નુકસાન પહોંચાડયું છે. કારણ કે, શરૂઆતમાં એઇમ્સે જે દિશાનિર્દેશો જારી કર્યા હતાં. તેને બાદમાં એમ કહીને રદ કરવામાં આવ્યા હતા કે કોરોના દર્દીઓ ઉપર તે પુરી રીતે પ્રભાવી નથી.

મેજર જનરો(ડો) વીકે સિન્હાને બદલતા દિશાનિર્દેશ ઉપર સવાલ ઉઠાવતા એઇમ્સના ડાયરેકટ ડો. રણદીપ ગુલેરિયાને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં સ્પષ્ટતા પણ માંગી છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે તેઓની અંદર સવાલ કરવાની એક ખાસ વિશેષતા છે. તેઓ તર્કની કસોટી બાદ જ કોઇ વાત માને છે. એઇમ્સની 7 એપ્રિલ 2021 ગાઇડલાઇન તરફ ધ્યાન દોરતા વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠનના દિશાનિર્દેશો વચ્ચેના તફાવત, દવાના ઉપયોગ અંગે અસમંજસ અને તેને લઇને થતી આડઅસરો વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular