Monday, January 12, 2026
Homeરાજ્યજામજોધપુર માર્કેટીગ યાર્ડમાં ચાર કલાકમાં 50 હજારથી વધુ ધાણાની ગુણીની આવક

જામજોધપુર માર્કેટીગ યાર્ડમાં ચાર કલાકમાં 50 હજારથી વધુ ધાણાની ગુણીની આવક

જામજોધપુરમાં ધાણાની 50 હજારથી વધુ ગુણીની આવક 4 કલાકમાં થઈ છે. યાર્ડમાં ધાણા વેચવા આવતા વાહનોની 2 કિલોમીટર સુધી લાંબી લાઇનો લાગી હતી. તેમજ કપાસની પણ બમ્પર આવક થઈ રહી છે. રોજની 20 ગાડી કપાસ આપી રહ્યો છે. ધાણાના રૂ.2000 તેમજ ધાણીના રૂ. 2400 જેવા ભાવો મળે છે. ત્યારે કપાસનો રૂ. 2250 જેવા ભાવો મળતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. 1000 જેટલા માલ વેચવા આવનાર ખેડૂતોના વાહનોની લાઇનો લાગી હોય, માર્કટીંગ યાર્ડના ડીરેક્ટર જયસુખભાઈ વડાલીયા તેમજ સેકટરી પ્રફુલભાઈ ધુળેશીયા દ્વારા ગામડેથી આવતા ખેડૂતોને કોઈ અગવડતા ન પડે તે માટે સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular