માર્ચ મહિનાની શરૂઆત એક મોટા ઝટકા સાથે થઈ છે. દર મહિનાની પહેલી તારીખે તેલ કંપનીઓ સિલિન્ડરના નવા ભાવ નક્કી કરે છે. આજથી ઘેરલૂ ગેસ સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયા વધારે ચૂકવવાના રહેશે.
આજે માર્ચની શરૂઆતમાં ફરી ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો કરાયો છે. હવે આજથી ઘરેલૂ ગેસ સિલિન્ડરનો નવો ભાવ 823.00 રૂપિયાનો રહેશે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં માર્ચની શરૂઆતમાં એકસાથે જ રૂપિયા 95નો વધારો કરી દેવાયો છે. આ નવા ભાવ વધારાની સાથે 19 કિલોગ્રામવાળા સિલિન્ડરનો ભાવ રૂપિયા 1614 થઈ ચૂક્યો છે. આ ભાવવધારો કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે પણ આજથી જ લાગૂ થશે.
દેશમાં ફરી LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો નોંધાયો છે. ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 25નો વધારો થતા હવે 798 રૂપિયાની જગ્યાએ 823 રૂપિયામાં મળશે. સાથે જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 95નો વધારો નોંધાયો છે. 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડર 1530 રૂપિયાની જગ્યાએ હવે 1625 રૂપિયામાં મળશે. આજથી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો લાગૂ કરવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ 225 રૂપિયાનો વધારો થયો છે.
ફેબ્રુઆરી મહિનામાં ત્રણ વખત ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરાયો હતો. આ 3 વારના વધાામાં 25 રૂપિયા, 50 રૂપિયા અને ફરી એકવાર મહિનાના અંતમાં 25 રૂપિયાનો ભાવ વધારો કરાયો હતો. ફેબ્રુઆરીમાં 14.2 કિલોના એલપીજી સિલિન્ડરના ભાવ 100 રૂપિયા વધ્યા હતા.