દેશમાં છેલ્લા થોડા દિવસથી કોરોના સંક્રમણના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. શુક્રવારે દેશમાં કોરોનાના આશરે 1.75 લાખ જેટલા નવા કેસ સામે આવ્યા હતા. આ આંકડો છેલ્લા 46 દિવસમાં કોરોનાના નવા કેસનો સૌથી ઓછો આંકડો છે. ગુરૂવારે દેશમાં કોરોનાના નવા 1.86 લાખ કેસ સામે આવ્યા હતા. જો કે દૈનિક મૃતકઆંક હજુ પણ 3,000થી ઉંચો જ છે. છેલ્લા 32 દિવસથી દરરોજ સરેરાશ 3,000 લોકો મૃત્યુ પામી રહ્યા છે. 26 એપ્રિલના રોજ 2,766 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યાર બાદ આ આંકડો 3,000ની ઉપર જ જળવાઈ રહ્યો છે.
મહારાષ્ટ્રમાં શુક્રવારે કોવિડ-19ના 20,740 નવા કેસ સામે આવ્યા હતા જેથી રાજ્યમાં સંક્રમણના કુલ કેસ વધીને 56,92,920 થઈ ગયા છે. જ્યારે 424 દર્દીઓના મૃત્યુ સાથે રાજ્યમાં આ મહામારીના કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 93,198 થઈ ગઈ છે.
પશ્ર્ચિમ બંગાળમાં કોરોના વાયરસના 12,193 કેસ સામે આવ્યા અને 145 લોકોના મોત થયા. આ સાથે જ 19,396 લોકો સ્વસ્થ થઈને પોતાના ઘરે પણ ગયા હતા. રાજ્યમાં હાલ સક્રિય કેસની સંખ્યા 1,09,806 જેટલી છે.
ગુજરાતમાં શુક્રવારે કોરોના વાયરસ સંક્રમણના 2,521 નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ પ્રદેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 8,03,387 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગના અહેવાલ પ્રમાણે સંક્રમણના કારણે પ્રદેશમાં વધુ 27 લોકોના મોત થયા છે જેથી રાજ્યનો મૃતકઆંક 9,761 થઈ ગયો છે.
કોરોના પર અંકુશ, સંક્રમણ પીક થી 60 ટકા ઘટયું
દેશમાં 24 કલાકમાં નવા 1.75 લાખ કેસ નોંધાયા : મૃત્યુઆંક 3,617: 2,84,601 દર્દીઓ સાજા થયા