Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયબાંધકામોમાં પર્યાવરણના નિયમોનું ઉલ્લંધન થાય છે: NGT

બાંધકામોમાં પર્યાવરણના નિયમોનું ઉલ્લંધન થાય છે: NGT

કેન્દ્ર સરકાર તમામ રાજયોને પર્યાવરણની શરતોની SOP મોકલે: ટ્રિબ્યુનલ

- Advertisement -

બાંધકામ પ્રોજેક્ટ્સમાં પર્યાવરણના નિયમોના સતત ઉલ્લંઘન તરફ ધ્યાન દોરતાં નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ દ્વારા સરકારને સૂચન કરવામાં આવ્યું કે પર્યાવરણને ધ્યાનમાં રાખી બાંધકામો માટે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરવામાં આવે અને તે તમામ રાજ્યોના પર્યાવરણ પર પડનાર અસરની આકારણી કરનાર એકમોને મોકલી આપવામાં આવે. જેથી દરેક રાજ્યમાં પ્રોજેક્ટ્સને મંજૂરી આપતાં પહેલાં પર્યાવરણ ઉપર થનારી અસર ઓછી કરી શકાય. દરમિયાન મહારાષ્ટ્રના પર્યાવરણ વિભાગ પાસે કાયદાભંગ સામે બાંધકામ તોડી પાડવાની કે દંડ વસૂલવાની કોઈ જોગવાઈ ન હોવાથી તેમણે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને અનુસરવું જોઈએ. ટ્રિબ્યૂનલે પર્યાવરણ અને વનવિભાગ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓની એક કમિટી બનાવી છે જે આવા કેસોનો અભ્યાસ કરી તેમાં ત્રણ મહિનામાં વળતર આકારણી કરી વસૂલવા જેવા કયાં કયાં પગલાં ભરી શકાય તે સૂચવશે.

કેન્દ્રનું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને રાજ્યનું પ્રદૂષણ બોર્ડ તેમાં નોડલ એજન્સી તરીકે સંકલનનું કામ કરશે. NGTએ ચુકાદામાં જણાવ્યું હતું કે પર્યાવરણ વિભાગની અને SEUAAની આગોતરી મંજૂરી લીધા વગર બાંધકામ પ્રોજેક્ટ્સ ચાલુ કરી દેવાની અને પછી તેમાં પર્યાવરણના નિયમોનો ભંગ કરવાની ઘટનાઓ સતત બની રહી છે. આવી ઘટનાઓ સામે બાંધકામ તોડી પાડવાની કે કાયદો તોડવા બદલ અને પર્યાવરણના સંવર્ધન માટે અંદાજિત વળતર વસૂલ કરવાની મહારાષ્ટ્ર પર્યાવરણ વિભાગ પાસે કોઈ જોગવાઈ નથી.

તેથી મહારાષ્ટ્રની SEUAAએ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ અનુસાર પોતાના કેસોનું મૂલ્યાંકન કરવું જોઈએ. મહારાષ્ટ્રમાં પૂણે ખાતે 40 રૂમની હોટલ અને ઓફિસ બનાવવા અંગેના ગંગા અલ્ટ્સ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટને SEUAA દ્વારા મંજૂરી સામે તાનાજી બી. ગંભીરેની ફરિયાદની સુનાવણી કરતાં નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલના ચેરપર્સન જસ્ટિસ આદર્શકુમાર ગોયેલે આ ચુકાદો આપ્યો હતો. ગંભીરનો આરોપ હતો કે આ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ પર્યાવરણ વિભાગની મંજૂરી વગર ગેરકાયદે ચાલુ કરી દેવામાં આવ્યો હતો. પર્યાવરણ વિભાગની મંજૂરી લેવાનો વર્તમાન કાયદાની જોગવાઈઓ અત્યારે ચાલતા ગરબડ અને કાનૂની છીંડાં પૂરવા માટે પૂરતાં નથી. તેથી કાર્યપદ્ધતિનું એક ચોક્કસ ધોરણ SOP નક્કી કરીને પર્યાવરણની મંજૂરી મેળવવા માટે ફરજિયાત બનાવવું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular