Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરભાજપા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંવિધાન ગૌરવયાત્રા યોજાઇ

ભાજપા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંવિધાન ગૌરવયાત્રા યોજાઇ

ધારાસભ્યો, મેયર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

- Advertisement -

ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતના દરેક જિલ્લામાં સંવિધાન ગૌરવ પખવાડિયા અંતર્ગત સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. જેના અનુસંધાને જામનગર શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ગઇકાલે રવિવારે સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંવિધાન ગૌરવ યાત્રા જામનગર શહેરના લાલબંગલા સર્કલ નજીક આવેલ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતેથી પ્રસ્થાન ગઇ શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે પૂર્ણ થઇ હતી. જ્યાં સભામાં પરિવર્તન પામી હતી.

- Advertisement -

લાલબંગલા પાસે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી આ સંવિધાન ગૌરવયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે જામનગરના મેયર વિનોદભાઇ ખિમસુરીયા, જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજા, જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. ચેરમેન નિલેશભાઇ કગથરા, શાસકપક્ષના નેતા આશિષ જોશી, દંડક કેતનભાઇ નાખવા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, કોર્પોરેટરો અરવિંદભાઇ સભાયા, ડિમ્પલબેન રાવલ, મુકેશભાઇ માતંગ, પાર્થ જેઠવા, શહેર ભાજપ મહામંત્રી મેરામણભાઇ ભાટુ, પ્રકાશભાઇ બાંમણીયા, અનુજાતિ મોરચો પ્રમુખ હરિશભાઇ ચૌહાણ, મહામંત્રી દિપકભાઇ શ્રીમાળી, વિજયભાઇ પરમાર, જામનગર શહેર અનુજાતિ મોરચો પ્રભારી વિરાભાઇ ગોરડીયા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોલંકી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ અશોકભાઇ નંદા, પૂર્વ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન વસંતભાઇ ગોરી સહિતના અગ્રણીઓ, હોદ્ેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular