દેશમાં વણસી ગયેલી કોરોનાની સ્થિતિ માટે કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીએ કેન્દ્રની ભાજપ સરકારની ઉદાસીનતાને જવાબદાર ગણાવી હતી. શુક્રવારે કોંગ્રેસની સંસદીય બેઠકને સંબોધતા તેમણે આક્ષેપ કર્યો હતો કે દેશ એક એવા રાજકીય નેતૃત્વમાં સપડાયો છે જ્યાં નાગરિકો માટે સહાનુભૂતિને કોઈ અવકાશ નથી. કેન્દ્ર સરકારની ઉદાસીનતા અને અવગણનાના બોજ હેઠળ દેશ ડૂબી રહ્યો છે. કોરોના સામેની લડાઈ રાજકીય મતભેદોને પાર કરી ગઈ છે આપણે સૌએ સાથે મળીને આ લડાઈ લડવી પડશે. સોનિયા ગાંધીએ કોરોનાની સ્થિતિની સમીક્ષા અને ચર્ચા કરવા માટે તાકીદે સર્વપક્ષીય બેઠક બોલાવવા માગણી કરી છે. તેમણે કહ્યું કે સિસ્ટમ ફેલ નથી ગઈ, કેન્દ્ર સરકાર લોકોની અપેક્ષા અને જરૂરિયાતો સંતોષવામાં નિષ્ફળ ગઈ છે
સોનિયા ગાંધીએ તાજેતરમાં યોજાયેલી પાંચ રાજ્યોનાં ચૂંટણીનાં પરિણામોમાં કોંગ્રેસની હારને નિરાશાજનક ગણાવ્યા હતા. બધું બહુ અચાનક બની ગયું. આવી કારમી પછડાટ પછી આપણે સૌએ સાથે મળીને યોગ્ય પદાર્થપાઠ શીખવાની જરૂર છે. રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે કોરોના સામે લડવામાં સરકારની નિષ્ફળતાને કારણે દેશમાં બીજું વિનાશક લોકડાઉન અનિવાર્ય બન્યું છે. રાહુલ ગાંધીએ પીએમ મોદીને ફરી પત્ર લખ્યો હતો જેમાં લખ્યુબેન્ક ખાતામાં રૂ. 6000 જમા કરાવો.
જિનોમ સિક્વન્સિંગ દ્વારા વાઇરસ અને તેના મ્યૂટેશનને વૈજ્ઞાનિક રીતે ટ્રેક કરો. નવા મ્યૂટેશન સામે લડી શકે તેવી તમામ વેક્સિન બનાવીને લોકો સુધી પહોંચાડો. દેશની તમામ વસ્તીને ઝડપથી વેક્સિન આપો. આપણા તારણો અને શોધથી આખા વિશ્વને પારદર્શક રીતે માહિતગાર કરતા રહો.
કોરોના દર્દીઓને સતત ટ્રેક કરો, તમામ વેકિસનનું પરિક્ષણ કરો: રાહુલ
મહામારીનો સામનો કરવામાં સિસ્ટમ નહીં, સરકારનું નેતૃત્વ નિષ્ફળ: સોનિયા