સ્વાતંત્ર્ય દિને આતંકીઓના સંભવિત હુમલા અંગે જાસૂસી સંસ્થાઓ તથા સુરક્ષા કર્મીઓ હાઇ એલર્ટ પર છે તેઓને આશંકા છે કે આતંકીઓ ત્રણ પ્રકારે હુમલો કરી શકે તેમ છે. આ અલગ અલગ પ્રકારના સંભવિત ખતરા સામે તૈયાર રહેવું જ પડે તેમ છે તેમાં નવી ટેક્નિકનો ઉપયોગ કરવા સાથે આતંકીઓના ’લોન્ચિંગ-પેડ’ની પણ ગણતરી કરવામાં આવી છે.
પહેલી સાવચેતી ડ્રોન એટેક દ્વારા તબાહી કરવા સામે રાખવી પડે તેમ છે. જાસૂસી સંસ્થાઓને જાણવા મળ્યું છે કે, આતંકીઓ POK માં ડ્રોનથી નિશાન પાડવાની ટ્રેનિંગ લઈ રહ્યા છે. બીજો એલર્ટ તે છે કે આતંકીઓ મેટલ ડીટેક્ટરને પણ થાપ આપે તેવા અદ્યતન IED નો ઉપયોગ કરી ખાનાખરાબી કરવા માંગે છે. ત્રીજી સાવચેતી તે રાખવાની છે કે આતંકીઓની એક ટુકડી KOTIL નામના લોન્ચિંગ પેડનો અને બીજી ટુકડી DATOTE નામના લોન્ચિંગ પેડનો ઉપયોગ કરી દિલ્હી પહોંચવાની ગણતરી માંડી રહ્યા છે.
આ સાથે જાસૂસી સંસ્થાઓએ સુરક્ષા એજન્સીઓને સૂચના આપી છે કે કોઈ શંકાસ્પદ ચીજ જોવા મળે તો તેની ખૂબ સાવધાનીથી તપાસ કરવી બોમ્બ હોય તો તેને ડીફ્યૂઝ કરવામાં પણ સાવધાની રાખવી કારણ કે આધુનિક અને નવરચિત IED મેટલ ડીટેક્ટરને પણ થાપ આપી શકે તેવા હોય છે. આથી પોલીસ જો મેટલ ડીટેક્ટર સાથે હોય તો પણ સાવધાન રહી સાવચેતીથી તપાસ કરવી.
આકાશી હુમલા અંગે જાસૂસી માહિતી મળ્યા પછી સુરક્ષા એજન્સીઓ હાઇએલર્ટ ઉપર મુકાઈ ગઈ છે. ડ્રોન દ્વારા થનારા સંભવિત હુમલાને લીધે પૂરેપૂરી સાવધાની રાખવામાં આવી છે. હવા ઉડતી ચીજો પર તીવ્ર નજર રખાઈ રહી છે. સાથે દિલ્હીના અને તેની આસપાસના વિસ્તારોમાં હવામાં ઉડતી દરેક ચીજો ઉપર નજર રાખવામાં આવે છે પેરા ગ્લાઇડર્સ, પેરા મોટર્સ, યુએવી, યુએએસ માઇક્રો લાઇટ, એરક્રાફ્ટ રીમોટ્સથી ચાલતા વિમાનો, હોટ એર બલૂન, નાની બેટરીથી ચાલતા નાના વિમાનો ક્વોડ્રોપ્ટર્સ અને પેરા જમ્પિંગના ઉડાન ઉપર 15 ઑગસ્ટ સુધી. જાસૂસી માહિતી જણાવે છે કે આતંકીઓના રેડાર ઉપર મહત્ત્વના સુરક્ષા સ્થળો અને આર્મીના ફોરવર્ડ પોસ્ટ ઉપરાંત જવાનોને પણ નિશાન બનાવી શકે તેમ છે. આ મેસેજ દરેક જાસૂસી સંસ્થાઓનો. તેમના નિશાન પર છે.