જામનગર શહેરમાં રોગચાળો વકરતા જી.જી. હોસ્પિટલમાં બાળકો માટે 50 બેડનો વોડર્સ્ શરુ કરવામાં આવ્યો છે. મિશ્ર ઋતુને પરિણામે તાવ, શરદી, ઉધરસ સહીતના કેસોનું પ્રમાણ વધ્યું છે. હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ રહી છે.
જામનગર શહેર-જિલ્લામાં આસો માસમાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. એક તરફ ગરમી અને બીજીતરફ વરસાદઅને મોડી સાંજે પવન પણ જોવા મળી રહ્યો છે. મિશ્ર ઋતુને પરિણામે શહેર-જિલ્લામાં રોગચાળો વકરી રહ્યો છે. તાવ, શરદી, ઉધરસ સહીતની બિમારીઓના કેસો વધી રહ્યા છે. જી.જી. હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યા વધતાં લાંબી લાઇનો જોવા મળી રહી છે. તેમજ ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને બાળકોમાં વાયરલ રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. જી.જી. હોસ્પિટલમાં બાળ દર્દીઓની સંખ્યા વધી છે. જેને લઇને જામનગરની જી.જી. હોસ્પિટલમાં બાળકો માટેનો 50 બેડનો વોર્ડ શરુ કરવામાં આવ્યો છે.
મિશ્ર ઋતુને કારણે રોગચાળો વકરતા જામનગર સહિત હાલાર પંથકના બાળકો જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે આવી રહ્યાં છે. વધતા કેસોને લઇ 50 બેડના વો્ડની શરુઆત કરાઇ છે.