Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરકોંગ્રેસી મહિલા કોર્પોરેટરને પોલીસ દ્વારા નજરકેદ કરાયા

કોંગ્રેસી મહિલા કોર્પોરેટરને પોલીસ દ્વારા નજરકેદ કરાયા

- Advertisement -

જામનગરમાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાનને રજુઆત કરે તે પૂર્વે વોર્ડ નં.4ના કોંગ્રેસી કોર્પોરેટર રચનાબેન નંદાણીયાના જિલ્લા પોલીસવડાના સ્ટાફ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા છે.

- Advertisement -

જામનગરમાં અતિવૃષ્ટિના કારણે લોકોને થયેલ નુકસાનની સહાય ચૂકવવા, વોર્ડ નં.4માં પ્રાઇવેટ સોસાયટીઓમાં બિલ્ડરો દ્વારા રોડ રસ્તા લાઇટ અને પાણીની સુવિધા આપવામાં આવી ન હોય, આયુર્વેદ યુની.માં ફરજ બજાવતાં 53 સિકયુરીટી ગાર્ડને નોટીસ વગર છૂટા કરવા તેમજ કોરોનામાં મૃત્યુ પામેલાં લોકોના વારસદારોને સહાય આપવા સહિતના પ્રશ્ર્ને કોર્પોરેટર દ્વારા રજુઆત કરવામાં આવે તે પૂર્વે પોલીસ દ્વારા કોર્પોરેટર રચનાબેન નંદાણીયાને નજરકેદ કરવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular