જામનગરમાં હિન્દુ સેના દ્વારા મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેની પ્રતિમા મુકવાનો નિર્ણય કરવામાં આવતાં જ વિરોધના વંટોળ શરૂ થઇ ચૂકયા હતાં. એવામાં ગઇકાલે હિન્દુ સેના દ્વારા નથુરામ ગોડસેની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. જેને લઇ કોંગ્રેસ દ્વારા વિરોધ કરી રાજરોજ નથુરામ ગોડસેની પ્રતિમાને તોડી પાડવામાં આવી હતી. જેથી વિવાદ વધુ વકર્યો હતો.
જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના કોંગ્રેસના કાર્યકરોએ નથુરામ ગોડસેની પ્રતિમા તોડી પાડવાની સાથેે પ્રતિમાને પહેરાવેલ શ્રી રામ લખેલી શાલને પણ કચરામાં ફેંકી દેતાં ધર્મનું અપમાન કર્યું હોવાનું હિન્દુ સેનાના ગુજરાત પ્રમુખ પ્રતિક ભટ્ટે જણાવ્યું છે.