Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરગુજરાતમાં નશાખોરીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવાયું - VIDEO

ગુજરાતમાં નશાખોરીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવાયું – VIDEO

ડ્રગ્સ અને દારૂની બદીમાંથી યુવાધનને બચાવવા માંગણી : કલેકટર તથા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવાયું

ગુજરાતમાં નશાખોરીના વિરૂઘ્ધ કોંગ્રેસ દ્વારા રેલી યોજી કલેકટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને દારૂબંધી, નશાબંધી, કાયદાનું કડકપણે પાલન કરવા, ગુજરાતના ભવિષ્ય એવા યુવાધનને બચાવવા સહિતની માંગણી કરવામાં આવી છે.

- Advertisement -

જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, દારૂ અને ડ્રગ્સની બદીને કારણે યુવાનો નશાખોરીના ખપ્પરમાં હોમાઇ રહ્યા છે ગુજરાત દારૂ, ડ્રગ્સનું પ્રવેશદ્વાર બન્યુ જ છે પરંતુ હવે નશાખોરીનું એપી સેન્ટર પણ બની રહ્યું છે. જે અત્યંત ચિંતા જનક બાબત છે. રાજ્યમાં દરરોજ લાખો રૂપિયાના ડ્રગ્સ, દારૂનો જથ્થો સરળતાથી મળી જાય છે. જેટલો દારૂનો જથ્થો પકડાય છે તેના કરતો 100 ગણો દારૂ ઘુસી જાય છે ગુજરાતમાં દારૂ-ડ્રગ્સની બદીને નાથવામાં સરકાર નિષ્ફળ ગઇ છે. રાજ્યમાં બોર્ડરો ઉપર સીસી ટીવી કેમેરા સહિતની ટેકનોલોજી હોવા છતાં રાજ્યમાં વિવિધ માર્ગેથી કરોડો રૂપિયાનું હજારો કિલો ડ્રગ્સ ઠલવાય રહ્યું છે. વર્ષ 2020-2024 ચાર વર્ષમાં 16 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું છે. આથી કોંગ્રેસ દ્વારા દારૂબંધી અને નશાબંધીની કડક અમલવારી કરાવવા, નશાનો બેરોકટોક વેપલો બંધ કરવા અને ગુજરાતના ભવિષ્ય એવા યુવાધનને બચાવવા આ આવેદનપત્ર દ્વારા માંગણી કરવામાં આવી છે.

- Advertisement -

જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, જામનગર મહાનગર પાલિકા વિપક્ષી નેતા ધવલભાઇ નંદા, કોર્પોરેટર જેનબબેન ખફી, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સહારાબેન મકવાણા, પૂર્વ સાંસદ વિક્રમભાઇ માડમ, આનંદ રાઠોડ, આનંદ ગોહિલ સહિતના કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular