આગામી સમયમાં યોજાનાર જામનગર મહાનગરપાલિકાની ચુંટણીને લઇ કોંગ્રેસ દ્વારા તૈયારીઓ હાથ ધરાઇ છે જે માટે કોંગ્રેસે ઉમેદવારી પત્ર માટે ફોર્મ બહાર પાડયા છે. જે શહેરીજનોને ચુંટણી લડવી હોય તેઓ કોંગ્રેસમાંથી ફોર્મ ભરી શકે છે તેમ જણાવ્યું છે.

જામનગર શહેર કોંગ્રેસ દ્વારા આગામી જામનગર મહાનગરપાલિકાની ચુંટણીની તૈયારી શરૂ કરી છે. આગામી ચુંટણીને લઇ મીટીંગો યોજાઇ રહી છે તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસની સુચનાથી મહાનગરપાલિકાની ચુંટણી માટે જામનગર શહેરના તમામ 16 વોર્ડમાં 64 બેઠક ઉપર કોંગ્રેસ ચુંટણી લડશે આ ચુંટણી માટે કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્ર ભરવા ઇચ્છતા લોકો માટે કોંગ્રેસ દ્વારા ફોર્મ જાહેર કરાયા છે. ત્રણ દિવસ સુધી આ ફોર્મ ભરી શકાશે. ત્યારબાદ તમામ દાવેદારી પૈકી ઉમેદવારીની પસંદગી હાથ ધરવામાં આવશે. તેમ પત્રકાર પરીષદમાં જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા જણાવાયું હતું.
View this post on Instagram


